તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:કચ્છની સરકારી બેંકો બંધ રહેતાં એક જ દિવસમાં 90 કરોડના વ્યવહાર ઠપ્પ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ માગણી મુ્દે બેંક કર્મીઓ કામથી અળગા રહ્યા - Divya Bhaskar
આ માગણી મુ્દે બેંક કર્મીઓ કામથી અળગા રહ્યા
  • ખેડૂતો અને મજૂર વિરોધી કાયદા પાછા ખેંચોના સૂત્રોચ્ચાર
  • હડતાલમાં જિલ્લાની વિવિધ બેંકોના 800થી વધુ કર્મચારીઓ જોડાયા

સરકારી બેંકોમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિવિધ માગણી ન સંતોષાતા ગુરુવારના કચ્છના વર્ગ 3, 4ના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા, જેના પગલે કચ્છમાં 90 કરોડનો નાણાકીય વ્યવહાર ખોરવાયો હતો.

ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિયેશન દ્વારા વિવિધ પડતર માગણીઓ અને ખાનગીકરણના વિરોધમાં તા.26/11, ગુરુવારના બેંકો બંધ રાખવાનો એલાન કરાયો હતો, જેને કચ્છની સરકારી બેંકોના વર્ગ-3 અને 4ના કર્મચારીઓએ ઝીલી લીધો હતો. અંદાજે 800થી વધુ કર્મચારીઓ ગુરુવારે કામથી અળગા રહ્યા હતા અને બેંકો બહાર હડતાલ હોવાથી બેંક બંધ હોવાના પાટિયા લાગી ગયા હતા. હડતાલથી એક દિવસમાં જિલ્લાના 90 કરોડથી વધુ વ્યવહારો અટકી પડ્યા હતા હોવાનું કચ્છ જિલ્લા બેંક યુનિયનના જનરલ સેક્રેટરી અશોક અશોક ભટ્ટે જણાવ્યું હતું.

હડતાલના સમર્થનમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયન પણ જોડાયું હતું અને યુનિયન દ્વારા તમામ બિન આવકવેરા માટે દર મહિને રૂ.7500 રોકડની ચુકવણી, જરૂરિયાતમંદને દર મહિને વિનામૂલ્યે 10 કિલો રાશન, મનરેગાનું વિસ્તરણ, ખેડૂતો, કામદારો વિરોધી કાયદા પાછા ખેંચવા, નાણાકીય ક્ષેત્ર સહિત જાહેર ક્ષેત્રોમાં ખાનગીકરણ પર રોક, સરકાર દ્વારા ચલાવાતા ઉત્પાદકોનું કોર્પોરેશન બંધ કરવા સહિતના મુદ્દા ઉઠાવાયા હતા.

આ માગણી મુ્દે બેંક કર્મીઓ કામથી અળગા રહ્યા
બેંકોના ખાનગીકરણ પર રોક, જાહેર ક્ષેત્રની બેંકોને મજબૂત બનાવવી, લોન ડિફોલ્ટરો સામે કડક કાર્યવાહી, બેંક થાપણો પર વ્યાજ દરમાં વધારો, નિયમિત બેંકિંગ નોકરીઓના આઉટ સોર્સિંગ પર રોક, બેંકમાં પૂરતા સ્ટાફની ભરતી કરવી, બેંક કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાનો ભંગ સહિત અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર રહેતાં બેંક કર્મીઓ કામથી અળગા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...