તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:9 લાખની ઠગાઇનો ચીટર સોમવાર સુધી રીમાન્ડ પર

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નકલી નોટોમાં પકડાયેલા દંપતિએ ભુજ એ અને બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી છેતરપિંડીની બે ફોજદારીમાં એસ.ઓ.જી.એ પૂર્વ નગરસેવિકાના પુત્રની અટકાયત કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા નવાબ ત્રાય સોમવાર સુધીના રીમાન્ડ પર છે. તો આશ્ચર્યની વાત એ છે કે, નવ લાખ રૂપિયા આપ્યા બાદ ફરિયાદીને પરત મુકવા ગયેલા મહેશનું આરોપી તરીકે નામ દર્શાવાયું નથી. એ ડિવિઝન પોલીસ મથકે રાહુલ કસેરાએ સરફરાજ અને કાનજી પટેલ સામે નવ લાખ રૂપિયા પડાવી લેવાયાનો ગુનો નોંધ્યો હતો.

સરફરાજની ઓળખ આપનારો પૂર્વ નગરસેવિકાનો પુત્ર નવાબ હારૂન ત્રાયાની ધરપકડ એસઓજીએ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. કાનજી પટેલની ધરપકડ હજુ બાકી છે તો બીજી તરફ ફરિયાદીએ નવ લાખ રૂપિયા નવાબને આપ્યા બાદ તેને કારથી મુકવા આવેલા મહેશનું નામ આરોપી તરીકે દર્શાવાયું નથી. ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જ આ ગ્રુપના છોકરાઓ જુદા જુદા નામ આપી દંપતીને છેતરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

બંને આરોપીના ગુનાહિત ઇતિહાસ
નવાબ ત્રાયા રાજસ્થાનના વેપારીને 17 લાખ રૂપિયાના શીશામાં ઉતારી દેતા બી ડિવિઝને ધરપકડ કરી હતી, તો નવાબનો ભાઇ ભાભા થોડા સમય અગાઉ ગાંધીધામમાં સફેદ કલરની આઇ20 કારમાં થયેલી ચીટિંગમાં પકડાયો હતો. તો અન્ય આરોપી રાજસ્થાનમાં છેતરપિંડી કરી બીજી વખત છેતરપિંડી કરવા જતા પકડાયેલો શખ્સ છે. ભુજના સેજવાળા માતામમાં રહેતા અને દુધના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારનો પુત્ર પણ આ કેસમાં અન્ય નામથી સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો