તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોરોનાકાળ છતાંય બે વર્ષમાં 898 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની આર.ટી.ઓ.માં 2019થી ઓગસ્ટ-2022 સુધી લાયસન્સ રદ્દ અને સસ્પેન્ડની કામગીરી કરાઇ

ટ્રાફિક નિયમનના ભંગ બદલ તેમજ બેદરકારીથી ડ્રાઇવિંગ કરવા અને ઓવરસ્પીડના કારણે વાહન ચાલકોના લાયસન્સ રદ્દ અથવા સસ્પેન્ડ કરવામાં આવે છે. કોરોનાકાળ છતાંય ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા 898 વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે તો 50 વાહન ચાલકોના લાયસન્સ બે વર્ષના સમયગાળામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભુજ આર.ટી.ઓ.ના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2019થી ઓગસ્ટ 2021 સુધીના સમયગાળા દરમિયાન 898 ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે તો 50 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. વાહન ચાલકને બેદરકારીથી ડ્રાઇવિંગ કરવા બદલ તેમજ અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારવા બદલ પણ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાતા હોય છે તો અમુક સમય માટે જ વાહન ચલાવી શકાતા નથી. તો અમુક વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ તો કાયમ માટે રદ્દ કરી દેવામાં આવતા હોય છે.

કાયદાનું ભંગ કરવા બદલ તેમજ અકસ્માતમાં મોત નિપજાવનારા વાહન ચાલકને આર.ટી.ઓ. વિભાગ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે જે નોટીસ આપ્યા બાદ મુદ્દત મુજબ વાહન ચાલકને આર.ટી.ઓ.માં હાજર રહેવુ પડે છે જેમાં સુનાવણી હાથ ધરવામાં આવે છે.

રૂબરૂ સુનાવણીમાં વાહન ચાલકની રજૂઆત યોગ્ય ન લાગે તો ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી વાહન ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ કરાય છે. લાયસન્સ રદ્દ અથવા તો સસ્પેન્ડ થયું હોય તેમ છતાંય વાહન ચલાવતા પકડાય તો આજીવત લાયસન્સ સસ્પેન્ડ થઇ શકે છે. વાહન ચાલકને નોટીસ ઇસ્યુ થયા પછી તે સુનાવણીમાં હાજર ન રહે તો વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાય છે.

હવે તો સસ્પેન્ડ થયેલુ લાયસન્સ પણ ઓનલાઇન જોવા મળશે
અગાઉ સસ્પેન્ડ કે રદ્દ થયેલા લાયસન્સ ઓનલાઇન જોવા મળતા ન હતા પણ આર.ટી.ઓ.ની મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ ગઇ હોવાથી સસ્પેન્ડ થયેલુ લાયસન્સ પણ ઓનલાઇન જોવા મળશે. ઓનલાઇન વેબસાઇટ પરીવહનમાં ડીએલ એક્સટ્રેક-સસ્પેન્ડના વિકલ્પમાં ક્લિક કર્યા પછી ડ્રાઇવિંગ લાયસન્સનો નંબર લખવાથી તેનું સ્ટેટસ બતાવી દેવાશે. લાયસન્સ સસ્પેન્ડ છે કે નહીં તેની જાણકારી મળી જશે.

સસ્પેન્ડ લાયસન્સ ધારકો પણ બિન્દાસ્ત વાહન હંકારતા હોય છે
વાહન ચાલકની બેદરકારી અને નિયમના ભંગ બદલ તેનું લાયસન્સ સસ્પેન્ડ તો કરવામાં આવે છે પણ તેના માટે કોઇ કડક અમલવારી કરાવાતી નથી. વાહન ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ થયા હોવા છતાં તે બિન્દાસ્ત વાહન હંકારતા હોય છે જેને લગતું કોઇ ચેકિંગ પણ હાથ ધરવામાં આવતુ નથી.

RTOની કાર્યવાહીથી સંતોષ ન થાય તો અપીલમાં જઇ શકે
વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થયા બાદ આર.ટી.ઓ.ની કામગીરીથી સંતોષ ન હોય તો ચાલક તેની સામે કાયદાકીય પ્રક્રિયા કરીને પડકારી શકે છે. શહેરી વિસ્તારના ચાલકને પોલીસ સમક્ષ અને તાલુકા વિસ્તારના અરજદારને કલેકટર સમક્ષ 30 દિવસમાં અપીલ કરવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...