ચૂંટણી:કચ્છની સૌથી મોટી સહકારી બેંકની ત્રણ બેઠકો પર 89.56 ટકા મતદાન

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મતદાન મથક ઓલ્ફ્રેડ હાઇસ્કૂલની બહાર મતદારો અને દાવેદારોના ટેકેદારોની તસવીર નજરે પડે છે. - Divya Bhaskar
મતદાન મથક ઓલ્ફ્રેડ હાઇસ્કૂલની બહાર મતદારો અને દાવેદારોના ટેકેદારોની તસવીર નજરે પડે છે.
  • 12 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત 9 અગાઉથી બિનહરીફ
  • આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે : મામલતદાર કચેરીએ પરિણામ

કચ્છની સાૈથી મોટી સહકારી બેંક કેડીસીસીના 12 ડાયરેક્ટરપદ માટેની ચૂંટણીમાં અગાઉથી જ ભાજપ પ્રેરિત 9 બેઠકો બિનહરીફ થઇ છે અને બાકીની 3 બેઠકો માટે ગુરુવારે 89.56 ટકા મતદાન થયું હતું અને શુક્રવારે પરિણામ જાહેર થવાની સાથે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.કેડીસીસી બેંક પર લાંબા સમયથી ભાજપનો દબદબો રહ્યો છે અને અા વખતે પણ ચૂંટણી યોજાય તે પહેલા જ 9 બેઠકો બિનહરીફ થઇ ગઇ છે. અગાઉથી જ ભાજપ પ્રેરિત 8 બેઠકો બિનહરીફ હતી અને અન્ય અેક બેઠક પર હરીફ ઉમેદવારોઅે ફોર્મ પરત ખેંચી લેતાં કુલ 9 બેઠકો બિનહરીફ થઇ હતી.

ભુજના મદદનીશ કલેક્ટર અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીમિટેડના ચૂંટણી અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, ફોર્મ પરત ખેંચાયા બાદ જૂથ 1,3 અને 12 પર અેટલે કે, 3 બેઠકો માટે ભુજની અોલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ગુરુવારે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં સહકારી ક્ષેત્રના 249 મતદારોમાંથી 223 મત પડતાં 89.56 ટકા મતદાન થયું હતું, જેમાં સાૈથી વધુ જૂથ 3 પર 100 ટકા જયારે સાૈથી અોછું જૂથ 1 પર 70.49 ટકા મતદાન થયું હતું. તા.8-10, શુક્રવારના ભુજની ગ્રામ્ય મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલમાં સવારે 10 કલાકે પરિણામ જાહેર કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસના અગ્રણીએ ચૂંટણી મતદાર યાદી જાહેર થઇ તે વખતે વિરોધ કર્યો હતો. સહકારી બેંક ક્ષેત્રની ચૂ઼ંટણીના મુખ્ય અધિકારી તરીકે જિલ્લા સમાહર્તા પાસે યાદીની આખરી નામાવલી જાહેર થયા બાદ મામલો શાંત પડ્યો હતો. કચ્છ ડેવલોપમેન્ટ ક્રેડિટ કો-ઓપરેટિવ બેંકની આ ચૂંટણી એક જ પક્ષના બે દાવેદાર સામસામે હોવાથી વધુ રોચક બની હતી. જોકે, મતદારો અને ઉમેદવારો એક બીજાના પરિચિત હોવાથી માત્ર ચૂંટણી પૂરતું જ આ ચિત્ર હતું.

મતદારની અટકમાં ભૂલ મુદ્દે થઇ રકઝક
સવારે મતદાન પક્રિયા દરમ્યાન અેક મતદારના અોળખ કાર્ડમાં તેની અટકમાં ભૂલ હોઇ અેજન્ટે વાંધો લીધો હતો અને અા મુદ્દે બે જૂથો વચ્ચે થોડીવાર રકઝક થઇ હતી. અા મુદ્દે કેડીસીસી બેંકના પૂર્વ ચેરમેન દેવરાજ ગઢવીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, અેક મતદારની અટકમાં ભૂલ હતી પરંતુ તેમણે બીજું અોળખકાર્ડ બતાવ્યું હતું, જેમાં અટક બરાબર હોઇ મતદાન કર્યું હતું.

જૂથવાર થયેલું મતદાન

જૂથકુલ મતદારોપડેલા મતટકાવારી
1614370.49
35555100
1213312593.98
કુલ24922389.56
અન્ય સમાચારો પણ છે...