તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકડા:કચ્છમાં 12 મહિનાથી 874 રાશન કાર્ડ સાયલન્ટ : ગાંધીધામમાં સૌથી વધુ 313

ભુજ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3336 લોકોએ છ તો 6507 કાર્ડ ધારકોએ ત્રણ મહિનાથી રાશન લીધું નથી

કચ્છમાં 874 એન. એફ.એસ.એ. રાશન કાર્ડ ધારકો છેલ્લા એક વર્ષથી સસ્તા અનાજની દુકાને રાશન લેવા માટે આવ્યા ન હોવાનું બહાર આવ્યું છે, જેમાં અંજાર અને ગાંધીધામ તાલુકામાં આવા લાભાર્થીઓની સંખ્યા વિશેષ છે.
સત્તાવાર મળતી વિગતો મુજબ કચ્છમાં છેલ્લા ત્રણ માસમાં 6507, છ માસમાં 3336 અને એક વર્ષથી સસ્તા અનાજની દુકાનેથી રાશન ન લેતા હોય તેવા 874 રાશન કાર્ડ ધારકો છે. જે રાશન કાર્ડ ધારકો જે-તે વાજબી ભાવની દુકાનેથી જો રાશન ન મેળવે તો તેનો જથ્થો જે-તે દુકાને જમા થતો હોય છે અને આગળના મહિનામાં તેટલો જથ્થો બાદ કરીને જ અપાય છે. કચ્છમાં કોરોનાના પગલે લોકડાઉન શરૂ થયું તે પહેલાના આંકડા મુજબ અંજાર તાલુકામાં 233 અને ગાંધીધામ તાલુકામાં 313 રાશન કાર્ડ ધારકોએ છેલ્લા 12 મહિનાથી રાશન લીધું જ નથી. વધુમાં ખાવડાના 68 લોકોએ 3 મહિનાથી, 51 લાભાર્થીએ 6 અને 35 લોકો 12 મહિનાથી વાજબી ભાવની દુકાને ચડ્યા નથી. 
નોંધનીય છે કે,  જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે અને જિલ્લામાં ઓછો વરસાદ પડતો હોઇ, માલધારીઓ મોટાભાગે સ્થળાંતર કરતા હોય છે. વધુમાં વરસાદ પર આધારિત ખેતી હોય તેવા ખેડૂતો પણ વરસાદની સીઝન બાદ અન્ય જગ્યાએ મજૂરી માટે જતા હોય છે, જેથી આવા લોકો સ્થાનિકે વાજબી ભાવની દુકાનો પરથી રાશન લઇ શકતા નથી.
12 મહિનાથી રાશન ન લેતા રાશન કાર્ડ નોન NFSA
મામલતદારના માર્ગદર્શન હેઠળની કમિટી સમયાંતરે જે કાર્ડ ધારકો રાશન નથી લેતા તેવા લાભાર્થીઓની સ્થાનિકે તપાસ કરવામાં આવે છે. જો આવા લાભાર્થીઓ 12 મહિનાથી રાશન ન લેતા હોય તેવા નોન એન. એફ.એસ.એ.માં કન્વર્ટ કરાય છે. વધુમાં જો કોઇ લાભાર્થી એન.એસ.એફ.એ. ને લાયક હોય તેનું રાશન કાર્ડ જો નોન એન. એફ.એસ.એ. થઇ જાય તેવા લોકોના રાશન કાર્ડ ફરીથી એન. એફ.એસ.એ. માં તબદીલ કરાતા હોવાનું  જિલ્લા પુરવઠા અધિકારી એસ.એમ. કાથડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો