તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકડાની ભૂલભલૈયા:10 દિવસમાં 1882 સંક્રમિતના ઉમેરા સામે 846 સાજા થયા, છતાં બેડ ઘટવાને બદલે વધ્યા !

ભુજ3 મહિનો પહેલાલેખક: પ્રકાશ ધીરાવાણી
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2જી એપ્રિલથી ક્રમશ : કુલ 369 પથારી વધારાઈ હતી પરંતુ, 1036 દર્દીના વધતા બેડ ઘટવા જોઈ
  • આંકડાથી સત્ય છુપાવવાની ભૂલભલૈયા રમતમાં જિલ્લા વહીવટી તંત્ર જ ભૂલું પડ્યું કે શું

જિલ્લા વહીવટી તંત્રએ કચ્છમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓના ઉમેરા, સાજા થતા દર્દીઓને રજા અપાતા સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ફેરફાર અને એના આધારે હોસ્પિટલમાં ઉપલબ્ધ પથારીની સંખ્યા દર્શાવવાનું શરૂ કર્યું, જેમાં મે મહિનાથી 2જી તારીખથી 11મી તારીખ સુધીના 10 દિવસમાં કુલ 1882 સંક્રમિતના ઉમેરા સામે 846 દર્દી સાજા થતા રજા અપાઈ છે, જેથી સ્વાભાવિક રીતે હોસ્પિટલમાં પથારીઓ વધવાને બદલે 1036 પથારીની ઘટ ઊભી થાય. પરંતુ, આશ્ચર્ય વચ્ચે બેડ ઘટવાને બદલે વધ્યા છે.

જિલ્લા વહીવટી તંત્રએ મે મહિનાની 2જી એપ્રિલે કોરોનાના 161 સંક્રમિત દર્દીઓનો ઉમેરો અને કોરોનાના 73 દર્દી સજા થયાનું જાહેર કર્યું છે. જેની સામે કુલ 3808 પથારીમાંથી 1266 ઉપલબ્ધ પથારી બતાવાઈ હતી. ત્યારબાદ ક્રમશ: કુલ પથારી વધતા વધતા મે મહિનાની 11મી તારીખ સુધી કુલ 4177 કરી દેવાઈ, જેમાંથી ઉપલબ્ધ પથારી 1651 બતાવાઈ છે.

હવે પ્રશ્ન એ થાય છે કે, મે મહિનાની 2જી તારીખે કુલ 3808 પથારી હતી, જેમાં માત્ર 369 પથારી ઉમેરાઈ, જેથી કુલ 4177 પથારીની સુવિધા થઈ ગઈ. તો 4177 પથારીમાંથી ઉપલબ્ધ પથારી 1651 કેમ થાય. 10 દિવસ દરમિયાન કુલ 1882 સંક્રમિત દર્દીઓનો ઉમેરો થયો છે. જેની સામે માત્ર 846 દર્દી જ સાજા થઈ ઘરે ગયા છે. મતલબ વધુ 1036 દર્દીઓને સમાવવાની જરૂર પડી છે.

2જી મે : 1066 ખાલી બેડની જગ્યાએ 1266 ઉપલબ્ધ બતાવાયા
મે મહિનાની 2જી તારીખે 169 સંક્રમિત દર્દીના ઉમેરા સામે 73 દર્દી સાજા થયા હતા. જે સાથે એ દિવસે 2544 સક્રીય એટલે કે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી બતાવાયા હતા. જેની સામે કુલ 3808 પથારીની સુવિધામાંથી અંજારમાં મોડેલ ગર્લ્સ હોસ્ટેલના 50 બેડ, ગાંધીધામની ગર્લ્સ હોસ્ટેલ સીસીસીના 48 બેડ, ગાંધીધામ એસઆરસી સીસીસીના 100 બેડ શરૂ નહોતા કરાયા. મતલબ કુલ 198 બેડ શરૂ નહોતા કરાયા, જેથી બાકી રહેતી કુલ 3610 પથારીની સુવિધામાંથી કુલ 2544 સક્રિય એટલે કે હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ બાદ કરીએ તો બાકી 1066 પથારી ખાલી હોવી જોઈએ. પરંતુ, 1266 ઉપલબ્ધ પથારી બતાવાઈ હતી. સીધો 200 પથારીના હિસાબનો ગોટાળો.

11મી મે : 691 ખાલી બેડની જગ્યાએ 1651 ઉપલબ્ધ બતાવાયા
મે મહિનાની 11મી તારીખે 181 સંક્રમિત દર્દીના ઉમેરા સામે 103 દર્દી સાજા થયા હતા. જે સાથે એ દિવસે 3486 સક્રીય એટલે કે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી બતાવાયા છે. જેની સામે કુલ 4177 પથારીની સુવિધામાંથી 3486 સક્રિય એટલે કે હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ બાદ કરીએ તો બાકી રહેતી કુલ 691

અન્ય સમાચારો પણ છે...