તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળ સંગ્રહના 1198 કામોથી 8 લાખ માનવ દિન રોજગારી મળશે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકમાં મનોમંથન

ભુજમાં કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન-2021ની અમલીકરણ સમિતિની બેઠકમાં 1198 કામોને મંજુરી અપાઇ, જેમાં લોકભાગીદારીથી 782 કામો થશે. આ કામો થકી 8 લાખ માનવ દિન રોજગારી પ્રાપ્ત થશે. જિલ્લાના દસ તાલુકાઓનાં જળસંગ્રહના કામો જેવા કે, હયાત તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડિસીલ્ટીંગ, હયાત જળાશયો, નદીઓનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલા ચેકડેમોનું સમારકામ સહિતના કામો કરાશે તે અંગે આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.

જળ સંચયની કામગીરી અંતર્ગત જિલ્લામાં શહેરી વિકાસ અને પાલિકા, વન અને પર્યાવરણ નર્મદા નિગમના, પાણી પુરવઠા બોર્ડના અને ગ્રામ વિકાસ એજન્સીના તેમજ વોટરશેડ દ્વારા 1198 કામો હાલના તબક્કે આ બેઠકમાં અમલી કરવા નિર્ણય કરાયો છે. ઉપરાંત આ અભિયાનમાં લોકહિતમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉધોગ ગૃહો, એપીએમસી, ધાર્મિક સંસ્થાઓ તથા સરકાર દ્વારા જાહેર સાહસોના સહકાર તેમજ લોકભાગીદારીથી જળસંચયના કામોનું આયોજન કરાશે. કલેક્ટર પ્રવીણા ડી.કે.એ ગત વર્ષના કામોની વિગતો અને ભવિષ્યના પ્લાનને નોંધનીય રીતે ઝડપથી કોવિડ-19ની ગાઇડલાઇન અનુરૂપ પૂરા કરવા તાકીદ કરી હતી.

પ્રાંત અધિકારીઓ મનીષ ગુરવાની, નિધિ સિવાચ, વી.કે.જોશી, મેહુલ બરાસરા, કે.જી.ચૌધરી, પ્રવીણસિંહ જૈતાવત તેમજ પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા બોર્ડ અધ્યક્ષ એ.જી.વનરા, નાયબ વન સંરક્ષક હર્ષ ઠકકર, ટી.બી.પટેલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક એમ.કે.જોશી, ભુજ પાલિકા ચીફ ઓફિસર નિતિન બોડાત, જળસ્ત્રાવ વિકાસ એકમના પ્રોજેકટ ડાયરેકટર એમ.કે.જોશી, સિંચાઇ વિભાગ ઈજનેર સી.એસ.ગઢવી, જળસંપતિ વિભાગના નોડલ અધિકારી પી.પી. વાળા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો