કારમાં રોકડ રાખવી મોંઘી પડી:મુન્દ્રાના ઝીરો પોઈન્ટ પાસે પાર્ક કરેલી કારનો કાચ તોડી 8 લાખની રોકડની ચોરી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા બાઈક ચાલક દ્વારા ચોરીને અંજામ અપાયો હોવાની ફરિયાદ

મુન્દ્રા શહેર નજીક આજે ખરા બપોરે હોટેલ આગળ પાર્ક કરેલી કારનો કાચ તોડી કોઈ અજાણ્યો શખ્સે તેમાં રહેલી રૂ. 8 લાખની રોકડની ચોરી કરી જવાયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. દિન દહાડે થયેલી બિન્દાસ્ત ચોરીથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મુન્દ્રાના ટ્રાફિકથી ધમધમતા ઝીરો પોઇન્ટ વિસ્તારમાં આવેલી તકદીર ચિકન સેન્ટર હોટલમાં તેના મલિક ઇસ્માઇલ કાસમ અબડા ક્રેટા કાર નંબર જીજે12 સીપી 3837 પાર્ક કરી તેમાં જમવા ગયા હતા. આ દરમ્યાન કોઈ અજાણ્યો ઇસમ કારનો પાછળનો અને આસપાસના કાંચ તોડી કારની અંદર કાળા ઝબલમાં રહેલી રૂ. 8 લાખની રોકડ ચોરી ગયો હતો.

ફરિયાદ અનુસાર ફરિયાદી બેન્કમાંથી રોકડ ઉપાડી તેમના પિતરાઈ ભાઈ ઓસમાણ સિદ્ધિક ( રે. મથડા તા. અંજાર)ની ક્રેટા કારથી અંજાર જવાના હતા. ત્યારે ફરિયાદી પાસે રહેલી કારમાંથી રોકડ ચોરી થયાની ઘટના બપોરે 1.15 વાગ્યે બની હતી. તપાસકર્તા પીએસઆઇ મહેશ્વરીએ આસપાસના સીસીટીવી કેમરાના વિજયુઅલ તપાસી જાણ ભેદુ જાણતા તસ્કરને ઝડપવા કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...