તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગુંદીયાળી-અંજારમાં જુગાર રમતા 8 પકડાયા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના ગુંદીયાળી અને અંજારમાં પોલીસે જુગારના બે દરોડા પાડીને 8 ખેલીઓને 15,210ની રોકડ રકમ તેમજ 21,500 રૂપિયાના 6 મોબાઇલ અને એક બાઇક તેમજ રિક્ષા સહિત 97,710નલ મુદામાલ કબજે કર્યો હતો.

માંડવી પોલીસે ગુંદીયાળી વાડી વિસ્તાર દરોડો પાડીને ગંજી પાના વળે જગાર રમતા બળદેવસિંહ હઠુભા જાડેજા, અસલમ કાસમભાઇ કુંભાર, ફકીરમામદ ઇસ્માઇલ કુંભાર, ઇશા ઓસમાણ કુંભાર સહિત ચાર જણાઓને પોલીસે ઝડપી લીધા હતા તેમના કબજામાંથી 6050ની રોકડ રકમ તેમજ રૂપિયા 6,500ના ત્રણ મોબાઇલ અને એક 40 હજારની રિક્ષા સહિત 52,500નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે રમજુ દાઉદ કુંભાર, અને રજાક ઇબ્રાહિમ કુંભાર નાસી ગયા હતા. પોલીસે તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો, જ્યારે બીજી તરફ અંજારના પ્રજાપતિ છાત્રાલય પાસે ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કાસમ ઇસ્માઇલ ચાવડા, આમદશા મામદશા શેખ, શામજીભાઇ વાસણભાઇ ઢીલા અને ગની ઇસ્માઇલ ચાવડાને પોલીસે10,160 રોકડ અને15,000 ની કિંમતના 3 મોબાઇલ તથા રૂપિયા.20,000 ની કિંમતની બાઇક સહિત કુલ રૂપિયા.45,160 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...