તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • 786 Candidates Nominated For 204 Seats Of Ten Taluka Panchayats, The Picture Will Be Clear When The Form Is Withdrawn On Tuesday

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવતીકાલે ફોર્મની ચકાસણી:દસ તાલુકા પંચાયતની 204 બેઠકો પર 786 ઉમેદવારોએ નામાંકન કર્યું, મંગળવારે ફોર્મ પરત ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થશે

ભુજ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતની 40 સીટ માટે 161 મુરતિયા ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પંચાયતની 40, દસ તાલુકા પંચાયતની 204 અને પાંચ નગરપાલિકાની 196 બેઠકો માટે 28મી મતદાન થશે. દસ તાલુકા પંચાયતની 204 બેઠકો માટે 786 ઉમેદવારોએ નામાકન કરાવ્યું છે. જિલ્લાની પંચાયતની 40 બેઠકો માટે 161 ફોર્મ ભરાયા હતા. તા.15ના ફોર્મની ચકાસણી બાદ તા.16ના ફોર્મ પરત ખેંચવામાં આવશે, જેથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો મેદાને છે તેનો આખરી ચિત્ર મંગળવારે સ્પષ્ટ થઇ જશે.

જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના 59, ભાજપ 58 અને આમ આદમી પાર્ટી 5, અપક્ષ 10, બહુજન મુક્તિ પાર્ટી 5, એન.સી.પી. 1 અને બી.એસ.પી. 4 મળી કુલ 161 ઉમેદવારોએ નામાકન પત્રો ભર્યા હતા.દસ તાલુકા પંચાયતોમાં પૈકી અબડાસાની 18 બેઠકો માટે કોંગ્રેસ-ભાજપ 27-27, અપક્ષ 14, બી.એસ.પી. 4, બી.એમ.પી.3, નખત્રાણા તાલુકાની 20 બેઠકો પર કોંગ્રેસના 27, ભાજપના 20, અપક્ષ 13, બી.એમ.પી., બી.એસ.પી. 1-1, ભુજ તાલુકાની 32 બેઠકો માટે કોંગ્રેસ 34, ભાજપ 30, આપ 2, અપક્ષ 1, ગાંધીધામ તાલુકાની 16 બેઠક માટે કોંગ્રેસ 13, ભાજપ 10, અપક્ષ, બી.એસ.પી, સમાજવાદી પાર્ટી,અને આપમાંથી 1-1, માંડવી તાલુકાની 20 બેઠકો પર કોંગ્રેસ 39, ભાજપ 38, અપક્ષ 10, બી.એ.પી. 3 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

અંજારમાં તા. પંચાયતના 59 અને જિલ્લા પંચાયતના 17 ફોર્મ ભરાયા
આજે તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે ડમી સહિત ભાજપે 37, કોંગ્રેસે 13, આપે 3 બીએમપીએ 1 અને 5 અપક્ષ ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી. એમ કુલ 59 લોકોએ આજે પોતાની દાવેદારી રજૂ કરી હતી. તો બીજી તરફ જિલ્લા પંચાયતની 4 સીટો માટે ડમી સહિત કુલ 17 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. જેમાં બીજેપીએ 8, કોંગ્રેસે 4, એનસીપીએ 2, આપે 2 અને એક અપક્ષ ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. તેવી જ રીતે અંજાર પ્રાંત કચેરીએ પાલિકાના ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી. પરંતુ તેના આંકડા જાહેર કરવામાં તંત્ર ટૂંકો પડ્યો હતો અને મોડી રાત સુધી ફોર્મની ગણતરી ચાલુ જ રહી હતી.

ગાંધીધામમાં જી.પં.ની બે બેઠક માટે 10 ફોર્મ ભરાયા
ગાંધીધામ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ આજે ઉમેદવારી પત્ર ભર્યા હતા. જેમાં 145 જેટલા ફોર્મ ભરાયા છે. જ્યારે તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 58 જેટલા ફોર્મ ભરાયાનો અંદાજ છે. જિલ્લા પંચાયતની 2 બેઠકોમાં 10 ફોર્મ ભરાયા છે. તાલુકા પંચાયત, નગરપાલિકામાં ભરાયેલા ફોર્મને અનુલક્ષી જોવામાં આવે તો શહેરી વિસ્તારોમાં ત્રિપાંખીયો જંગ થાય તેવા સંકેત છે.

અંતિમ દિવસે જિ.પં. માટે 111 ફોર્મ ભરાયા
તા.8થી ફોર્મ ભરાવાના શરૂ થયા હતા પરંતુ ત્રણ દિવસ સુધી એકપણ બેઠક પર ખાતું ખુલ્યું ન હતું. તા.11ના 11, તા.12ના 39 અને અંતિમ દિવસે તા.13ના 111 સહિત કુલ 161 ઉમેદવારો મેદાને પડ્યા છે.

લખપત તા.પં.ની 16 બેઠકો માટે 75 ઉમેદવારો મેદાને
લખપત તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 75 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં કોંગ્રેસના 31, ભાજપ 30, અપક્ષ 8, આપ 5 અને બી.એમ.પી.ના 1નો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની પાનધ્રો અને દયા પર બેઠક પર ભાજપ-કોંગ્રેસના 4-4, અપક્ષ,આપ 1-1 મળી 10 ઉમેદવારો મેદાન છે. જિલ્લા પંચાયતની દયાપર બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ અને બી.એમ.પી વચ્ચે ચતુષ્કોણીય જંગ જામશે.

ભચાઉ તાલુકામાં 69 ફોર્મ ભરાયા
ભચાઉ તાલુકા પંચાયતની 20 બેઠકો પર 59 મુરતિયાઓ અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 10 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. આપ દ્વારા બે, બહુજન મુક્તિ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના એક-એક ઉમેદવારે તાલુકા પંચાયતની બેઠક માટે નામાકન પત્રો ભર્યા છે.

રાપરની જિ.પં.ની 5 બેઠકો માટે 17 મુરતિયા તૈયાર
રાપર તાલુકામાં જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 17 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. ઉપરાંત સાત ડમી ફોર્મ ભરાયા છે તો રાપર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 90 ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસના 33, ભાજપના 47, અપક્ષ અને બી.એમ.પી.ના 4-4 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ભચાઉમાં પ્રદેશ કોંગ્રેસના મંત્રીઅે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું : પત્ની કોંગ્રેસ વતી લડશે
કચ્છમાં શનિવારે કોંગ્રેસને અનેક વખત ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવુ પડ્યું હતું. તો ભચાઉમાં શિકારપુર જિલ્લા પંચાયતની સીટ પર કોંગ્રેસના પ્રદેશ મંત્રી ભરતભાઈ છગન ભાઈ ઠક્કરે અપક્ષ તરીકે ફોર્મ ભરતા અનેક ચર્ચાઅોઅે જોર પકડ્યું હતું. જોકે તેમની પત્ની અસ્મિતાબેન ઠક્કરે આધોઇ જિ. પં.ની સીટ પર કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું હતું !

લખપતમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અેક જ પરિવારમાં ત્રણને ટિકિટ અાપી !
લખપત તાલુકામાં હાલ ભાજપની સાથે કોંગ્રેસથી પણ લોકો નારાજ છે. ખાસ બ્રાહ્મણ સમાજમાંથી બન્નેમાંથી કોઇઅે પણ ટિકિટ અાપી નથી. જેના પગલે બ્રાહ્મણ સમાજમાં નારાજગી છે. તેવામાં અપક્ષ ઉમેદારોને અનેક ભાજપી નેતાઅો અને સમાજના મવડીઅોઅે સમર્થન જાહેર કર્યું છે. તાલુકા પંચાયતની કપુરાશી સીટ તથા પાન્ધ્રો સીટ પર અપક્ષ ફોર્મ ભરાયા છે. તેને અનેક અાગેવાનોઅે સમર્થન જાહેર કર્યું છે. તો ચોંકાવનારી વાત અે છે કે તાજેતરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં અાવેલા અારબ જતના અેક જ પરિવારમાં ભાજપે ત્રણ મેન્ડેટ અાપ્યા હતા ! જેમાં અેક જ પરિવારના સાસુ-વહુ સહિત ત્રણ સભ્યો ચૂંટણી લડશે.

તા.પંચાયતવાર ભરાયેલા ફોર્મ

તા. પં.ફોર્મ
ભુજ126
માંડવી90
મુન્દ્રા77
અંજાર72
ગાંધીધામ58
ભચાઉ60
રાપર89
નખત્રાણા63
અબડાસા76
લખપત75
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો