તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકાર દ્વારા ગયજરાતના અન્ય શહેરોની સાથે ગઈ કાલથી ભૂજ અને ગાંધીધામમાં રાત્રી કરફ્યુની કડક અમલવારી શરૂ થવાની સાથે પોલીસ તંત્ર દ્વારા ગત રાત્રી દરમ્યાન કલેકટરના જાહેરનામા ભંગ બદલ 55 જણા વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો જેમાં કરફ્યુ દરમ્યાન 8 વાગ્યા બાદ પણ પોતાની દુકાનો ખુલ્લી રાખવાં સબબ અને કામ વગર શહેરમાં બહાર નિકળનારા વિરુદ્ધ ભુજમાં 20 અને ગાંધીધામના 35 જણા વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
કફર્યૂના પગલે ST બસના રૂટ રદબીજી તરફ કચ્છ એસ.ટી.વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કફર્યૂના સમય દરમિયાન જિલ્લાના ભૂજ અને ગાંધીધામથી ઉપડતી અમદાવાદ, સૌરાષ્ટ્ર અને પાટણ,બનાસકાંઠા તરફની એક્સપ્રેસ રૂટની 75 જેટલા રૂટની બસો રદ કરવાની ફરજ પડયાનું જાણવા મળ્યું હતું.
તો વાગડના રાપર તાલુકાના ફતેહગઢ ગામમાં સ્થાનિક પંચાયત દ્વારા કોરોના મહામારીના રોગના વધી રહેલા કેસ સામે અગમચેતીના પગલારૂપે આંશિક લોકડાઉનનો અમલ કર્યો છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.