તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પાંચ પાલિકાની 196 બેઠકો અંકે કરવા 724 ઉમેદવારો મેદાને

ભુજ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામ પાલિકામાં સાૈથી વધુ 198 ફોર્મ ભરાયા

કચ્છની સાત પૈકી પાંચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા.28-2ના યોજાશે. પાંચેય પાલિકાની 196 બેઠકો અંકે કરવા માટે 724 ઉમેદવારો મેદાને પડ્યા છે.ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોએ દાવપેચ શરૂ કરી દીધા છે. તા.8થી 13 ફેબ્રુઆરી દરમ્યાન ફોર્મ ભરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરાઇ હતી, જેના પ્રથમ ત્રણ દિવસ દરમ્યાન એટલે કે, તા.10-2 સુધી પાંચ પાલિકા પૈકી ગાંધીધામ નગરપાલિકા સિવાય કયાંય એકપણ ફોર્મ ભરાયું ન હતું પરંતુ બાકીના બે દિવસ દરમ્યાન ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો.ભુજ, માંડવી, મુન્દ્રા-બારોઇ, અંજાર અને ગાંધીધામ પાલિકાની કુલ 196 બેઠકો પર 724 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

પાલિકામાં જે-તે પક્ષો દ્વારા ભરાયેલા ફોર્મના અંદાજિત આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો ભુજમાં કોંગ્રેસ 44, ભાજપ 59, આપ 25, સમાજવાદી પાર્ટી 10, અપક્ષ 2, બી.એમ.પી. 1, માંડવીમાં કોંગ્રેસ 29, ભાજપ 43, અપક્ષ 6, મુન્દ્રા-બારોઇમાં કોંગ્રેસ 37, ભાજપ 21, આપ 6, અપક્ષ 4, અંજારમાં કોંગ્રેસ 29, ભાજપ 70, આપ 18, અપક્ષ 5 અને ગાંધીધામ પાલિકામાં કોંગ્રેસ 40, ભાજપ 26, આપ 35, અપક્ષ 8, સમાજવાદી પાર્ટીના 4 જેટલા ઉમેદવારો મેદાને પડ્યા છે. અત્રે નોંધનીય છે કે, સોમવારે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને મંગળવારે જે પક્ષ તરફથી ડમી ફોર્મ ભરાયા હશે તે પરત ખેંચાયા બાદ ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો મેદાને છે, તે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

પાલિકામાં ભરાયેલા નામાંકન પત્રો

ભુજ149
માંડવી119
મુન્દ્રા-બારોઇ126
અંજાર132
ગાંધીધામ198
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો