તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ગાંધીધામ-સામખિયાળી ધોરીમાર્ગ પર અકસ્માતને નોતરૂં આપતા ડિવાઇડરના 72 કટ બંધ કરાયા

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટેલ, ઢાબા, પેટ્રોલ પંપ માલિકોએ પોતાના હિત માટે ગેરકાયદેસર રસ્તો બનાવી નાખ્યો હતો
  • દુર્ઘટના ટાળવા માટે માર્ગ-મકાન વિભાગ, ટોલ પ્લાઝા તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ડિવાઇડર-બેરીકેટ બનાવાયા

પૂર્વ કચ્છ જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ગાંધીધામથી સામખિયાળી સુધીના રસ્તે હોટલ-ઢાબા અને પેટ્રોલ પંપ સંચાલકો તરફથી ડિવાઇડરને કટ કરી દેવાતા અકસ્માતની સંભાવના વધી જતી હોવાથી અેસપીઅે માર્ગ મકાન વિભાગ, સ્થાનિક પોલીસ અને ટોલપ્લાઝા સંચાલકોને લેખિત યાદી પાઠવી હતી. વહીવટી તંત્ર દ્વારા અા તમામ મીડિયન કટને પોલીસ બંદોબસ્ત સાથે બંધ કરી દેવાયા હતા. ધોરીમાર્ગ પર ગેરકાયદેસર રીતે કરાયેલા 72 મીડિયન કટ બંધ કરાયા હતા.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગાંધીધામથી સામખિયાળી સુધી હોટેલ, ઢાબા અને પેટ્રોલ પંપના માલિકો દ્વારા પોતાના ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે લોખંડની બેરીકેટ તેમજ ડિવાઇડરની વચ્ચે કટ મારવામાં અાવે છે જેના કારણે અવાર નવાર ગમખ્વાર અકસ્માત સર્જાય છે જેના કારણે કેટલી માનવ જીંદગીઅોનો અંત અાવી ગયો છે. અકસ્માતોનું પ્રમાણ અટકાવવા તેમજ અાવા ગેરકાયદેસર મીડિયન કટ બંધ કરવા માટે પૂર્વ કચ્છ અેસપી મયુર પાટીલ તરફથી માર્ગમકાન વિભાગ, સબંધિત રોડ અોથોરીટીને પોલીસ બંદોબસ્ત પાઠવવામાં અાવ્યો હતો.

ગાંધીધામ અેન.અેચ.અે.અાઇ., નાયબ કાર્યપાલક ઇજનેર, સામખિયાળી ટોલ પ્લાઝા સંચાલકોઅે પોલીસ બંદોબસ્ત સાથે અા મીડિયન કટ બંધ કરી દીધા હતા. હોટેલ, ઢાબા કે પેટ્રોલ પંપ માલિકો દ્વારા પુન: કટ કરવામાં અાવશે તો લેખિતમાં ફોજદારી દાખલ કરવામાં અાવશે તેવી સૂચના પણ અાપવામાં અાવી હતી.

કટના લીધે સર્વિસ રોડ પરથી પશુઅો માર્ગ પર અાવી જતા
મુખ્ય માર્ગ પર સળસળાટ વાહનો દોડતા હોય છે, જેના બંને સાઇડના ડિવાઇડરને કટ કરવામાં અાવે તો સર્વિસ રોડ અાવે છે. અામ, સર્વિસ રોડ પરથી પશુઅો મુખ્ય માર્ગ પર અમુક વખતે અાવી જતા હોવાથી અકસ્માત થાય છે. ગત જાન્યુઅારી 2020થી અોક્ટોબર સુધી 45 જેટલા પશુઅોના માર્ગ પર અાવી જવાથી અકસ્માતમાં મોત થયા હતા જેમાં નાના-મોટા વાહનોને પણ નુકસાની ભોગવવી પડી હતી, તો ચાલુ વર્ષે જુન 2021 સુધી માત્ર છ જ પશુઅોના માર્ગ પર અાવી જવાને કારણે અકસ્માત થવાથી મોત થયા છે. અામ 80 ટકા જેટલો અકસ્માતમાં ઘટાડો મીડિયન કટ બંધ કરી દેવાને કારણે થયો છે.

અન્ય સમાચારો પણ છે...