ક્રાઇમ:રાવલવાડી બાદ અરહિંતનગરમાં રોકડ દાગીના સહિત 70 હજારની માલમત્તાની તસ્કરી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કર અનલોક : પોલીસ સાથે સંતાકુકડી : ભુજ, માધાપર,અને સાડાઉમાં ચોરીથી ચકચાર, સાડાઉમાં પાનની કેબીનનું શટર તોડી રોકડ તથા પાન મસાલા સહિત 13 હજારના માલની ચોરી

પશ્ચિમ કચ્છમાં તસ્કરો ભારે ઉધમપો મચાવ્યો છે, ભુજના રાવલવાડી રિલોકેશન સાઇટ પર કોરાનાગ્રસ્તના ઘરે 80 હજારની ચોરી અને આરટીઓ સર્કલ પાસે આઇસીઆઇ બેન્કમાં 10 હજારની ચોરીના બનાવ હજુ તાજો જ છે ત્યાં ભુજ, માધાપર, અને મુન્દ્રાના સાડાઉની ચોરી સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આવ્યો ત્યાં ભુજના અરહિંતનગરમાં ઘર પરિવાર નિંદરામાં રહ્યો અને તસ્કરો બારીની ગ્રીલ તોડી કબાટમાંથી રોકડ દાગીના સહિત 70 હજારની મત્તા ઉઠાવી ગયા હતા, તો માધાપરના પંકજનગરમાં એક ઘરના તાળા તોડ્યા એક ઘરમાં ચોરીનો કર્યો પ્રયાસ જ્યારે મુન્દ્રા તાલુકાના સાડાઉ વાડી વિસ્તારમાં પાનની કેબીન તોડી 5 હજાર રોકડા અને પાન મસાલા સહિત 13 હજારનો મુદામાલ ઉઠાવી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના અરહિંતનગરમાં મોડી રાત્રે 3 વાગ્યે બાદ ચોરીનો બનાવ બન્યો હતો. ડાયવોશીશ રીટાબેન ભગવાનગર ગોસ્વામી તેમના ઘરે પુત્ર અને પુત્રી સાથે પુત્ર સૂતા હતા અને ડ્રોઇંગરૂમની બારીની લોખંડની ગ્રીલ તસ્કરોએ કાઢી ઘરમાં પ્રવેશ્યા હતા. રૂમમા રહેલા કબાટનું લોક તોડીને સામાન રફે દફે કરીને 3 હજાર રોકડા અને સોનાની 35 હજારની ચેઇન અને બુટી સહિતના દાગીના મળીને કુલ 70 હજારનો માલ સામાનની ચોરી કરી ગયા હતા. ફરિયાદી રીટાબેને જણાવ્યું હતું કે, હજુ બે દિવસ પૂર્વે જ તેમનો દિકરો પોતાનો પગાર બેન્કમાંથી ઉપાડીને લાવ્યો હતો તે પણ તસ્કરો ઉઠાવી ગયા હતા.

તેમણે એવી પણ શંકા દર્શાવી હતી કે, કોઇ જાણ ભેદુ હોવો જોઇએ કેમ કે, અમે ત્રણ જણાઓ રાત્રે બે વાગ્યા સુધી જાગીએ છીએ અને ત્યાર બાદ અમે ગોરનિંદરામાં હોઇએ એટલે જાણભેદુએ સવા બેથી વહેલી સવાર દરમિયાન ચોરી કરવાનો મોક લીધો હશે, એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજી તરફ મુન્દ્ર તાલુકાના સાડાઉ ગામની વાડી વિસ્તારમાં આવેલી પાનની કેબીનું શટર તોડીને અજાણ્યા શખ્સો અંદરથી ટેબલના ખાનામાં રાખેલા 5 હજાર રોકડા અને માનમસાલા બીડીના પેકેટ મળી 8 હજાર સહિત 13 હજારની ચોરી કરી જતાં દુકાન માલિક શકુરભાઇ ઓસમાણ જુણેજા રહે સાડાઉએ મુન્દ્રા મરિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

70 હજારની ફરિયાદમાં 56,500ની નોંધ થઇ
ફરિયાદી રીટાબેને જણાવ્યું હતું કે, દાગીના રોકડ મળીને 70 હજારની ચોરી જઇ છે જ્યારે પોલીસ મથકે ફરિયાદમાં કુલ 56 હજાર 500 રૂપિયાની નોંધ થઇ હતી. જેમાં નાની બુટી સહિતના દાગીનાના ભાવમાં ફેર કર્યો હોવાનું જણાવ્યું હતું.

માધાપરમાં 1 મકાનમાં તાળા તૂટ્યા, બીજામાં ચોરીનો પ્રયાસ
માધાપર ખાતેના પંકજનગરમાં એક મકાનના તાળા તૂટ્યા હોવાનું અને બાજુના ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે, માધાપર પોલીસ ચોકીમાં મકાન માલિકો પહોંચ્યા હતા પોલીસે કાગળ પર ઘરનું એડ્રેશ લખાવી સાંજે તપાસ કરવા આવશું એમ જણાવી દિધુ હતું. પરંતુ આ બાબતે પોલીસને પુછતાં પોલીસ ચોકીના જવાબદારોને કઇ જ ખબર ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...