તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ભુજમાં વૃદ્ધ મહિલા સાથે ઓનલાઇન 70 હજારની ઠગાઇ

ભુજ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મોટા વાલકાના શ્રમજીવી સાથે બનેલી ઘટનાની જેમ જ
 • બેન્ક ખાતા નંબર અને પીન કોડ મેળવી નાણા ઉપાડી લીધા

નખત્રાણાના મોટા વાલકાના શ્રમજીવી બેન્કના નામે એક લાખના શીશામાં ઉતારી લીધો હોવાના બન્યા બાદ આવો જ એક કિસ્સો ભુજના વૃધ્ધ મહિલા સાથે બન્યો છે. અજાણ્યા કોલરે બેન્કના ખાતા નંબર વેરીફાઇ કરવાનું કહી 70 હજાર સેરવી લેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં રહેતા એક વૃધ્ધ મહિલાને તેમના મોબાઇલ ફોન પર સોમવારે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને પોતે બેન્કમાંથી બોલું છું તેવું કહીને બેન્ક મર્જ થવાને કારણે મહિલાના બેન્ક ખાતા નંબર વેરીફીકેશન માટે માગ્યા હતા.

દરમિયાન મોટી ઉમરના બહેન અજાણ્યા કોલરના વિશ્વાસમાં આવીને પોતાના એટીએમ કાર્ડના નંબર અને પીન કોડ નંબર આપી દિધા હતા. બાદમાં અજાણ્યા કોલરે મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 70 હજાર ઉપાડી લીધા હતા. બનાવ બાદ ભોગબનાર મહિલાના દિકરીએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

અત્રે ઉલેખનીય છે. આવા જ એક ઠગબાજે નખત્રાણા તાલુકાના મોટા વાલકા ગામના અને રવાપર બેન્ક ઓફ બરોડામાં સેવીંગ એકાઉન્ટ ધરાવતા શ્રમજીવી વ્યક્તિને બેન્ક એકાઉન્ટ નંબર વેરીફીકેશનના નામે છેતરી લીધો હતો. ચીટરો પોતાની ઓળખ બેન્કના કર્મચારી અને અધિકારીની આપી નિર્દોશ લોકોના નાણા પડાવી રહયા છે. ત્યારે પોલીસે આ બાબતે ગંભીરતા લઇ કાર્યવાહી હાથ ધરવી જોઇએ તે સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો