તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બોલો કચ્છમાં એક સાથે 70 દર્દી સાજા થઇ ગયા !

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના આંકડા પણ સ્થિર! વધુ 16 પોઝિટિવ
  • ગાંધીનગરથી જાહેર થતાં રાજ્ય સરકારના આંકડાથી આશ્ચર્ય સર્જાયું

કોરોનાના આંકડા લાંબા સમયથી શંકા ઉપજાવે છે. તેવામાં શનિવારે ગાંધીનગરથી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાતા આંકડાએ આશ્ચર્ય ઉભુ કર્યું હતું. જેમાં કચ્છમાં એક સાથે 70 દર્દીઓ સાજા થયા હોવાનું દર્શાવાયું હતું. જો કે કચ્છના તંત્રએ માત્ર 14 જ દર્દીઓ સાજા થયા હોવાનું કહ્યું હતું. કચ્છમાં શનિવારે કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ ઉમેરાયા છે, જેમાં શહેરોના 12માંથી અંજાર 5, ભુજ 3, રાપર 2, ભચાઉ, ગાંધીધામમાં 1-1 કેસ છે. જ્યારે ગામડાઓના 4માંથી અબડાસા, ભુજ, મુન્દ્રા, નખત્રાણામાં 1-1 કેસ છે. જોકે, વધુ 14 દર્દી સાજા પણ થઈ ગયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 3206 પોઝિટિવ કેસ બતાવાયા છે, જેમાંથી કુલ 2879 સાજા પણ થઈ ગયા છે. 214 દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. 71ના મોત બતાવાયા છે. જોકે, વાસ્તવમાં સરકારી તંત્રએ જાહેર કરેલા આંકડાથી સંખ્યા બહુ મોટી છે.

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડાકુલસાજા થયેલા
અબડાસા0110
અંજાર5052
ભચાઉ1010
ભુજ3146
ગાંધીધામ1011
લખપત0000
માંડવી0001
મુન્દ્રા0111
નખત્રાણા0113
રાપર2020
કુલ1241614
અન્ય સમાચારો પણ છે...