તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:શહેરોમાં 7 અને ગ્રામ્ય વિસ્તારોમાં 4 લોકો કોવિડથી સંક્રમિત, સક્રિયનો આંક વધીને 90

ભુજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સતક તરફ આવળ વધતો સારવાર હેઠળના દર્દીઓનો આંકડો
  • ભુજ અને ગાંધીધામમાં 3-3 પોઝિટિવ સાથે ચિંતાજક વધારો

કચ્છમાં કોરોનાના વધુ 11 પોઝિટિવ કેસ ઉમેરાયા છે, જેમાં શહેરોના 7માંથી અંજાર 1, ભુજ અને ગાંધીધામ 3-3 કેસનો સમાવેશ થાય છે. ગામડામાં 4માંથી અંજાર, ભુજ, માંડવી, મુન્દ્રા તાલુકાના ગામડામાં 1-1 કેસ છે. જોકે, 4 દર્દીઅો સાજા થયા છે. પરંતુ, સારવાર હેઠળના દર્દીઅોની સંખ્યા વધીને 90 ઉપર પહોંચી ગઈ છે. જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 4610 પોઝિટિવમાંથી હજી સુધી કુલ 4408 દર્દી સાજા થઈ ગયા છે.કચ્છમાં કોરોનાના કેસમાં ઘટાડો થતો હતો અને સારવાર હેઠળના દર્દીઅોનો અાંકડો 36 ઉપર પહોંચી ગયો હતો.

પરંતુ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઅોને કારણે પ્રદેશ કક્ષાના નેતાઅોના સભા સરઘસને કારણે ધીરેધીરે કોરોનાના દર્દીઅોની સંખ્યા વધવા લાગી છે. બીજી તરફ લગ્ન સહિતના સામાજિક મેળાવડાઅોમાં પણ મર્યાદાથી વધુ લોકો અેકઠા થવા લાગ્યા છે. કોરોનાની ગાઈડ લાઈન અને માર્ગદર્શિકાનો ભંગ કરતા લગ્ન સમારંભોમાં તો જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઅોની પણ હાજરીથી અચરજ ફેલાવા લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...