તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ભાજપની જિલ્લા કારોબારીમાં હોદાની રૂએ સાંસદ સહિત 7 સભ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માજી સાંસદ, ધારાસભ્યો અને જિ.પં.ના પ્રમુખોનો સમાવેશ
  • વિશેષ આમંત્રિત સહિત અધધ 87 સદસ્યો સમાવાયા

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીઅે જિલ્લા કારોબારીમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્ય મંત્રી વાસણભાઈ અાહિર, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા ઉપરાંત 4 ધારાસભ્યોમાં ભુજના ડો. નિમાબેન અાચાર્ય, માંડવીના વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના માલતીબેન મહેશ્વરી, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત 7 સદસ્યોનો હોદાની રૂઅે સમાવેશ કર્યો છે.

જિલ્લા ભાજપ મીડિયા સહઈનચાર્જ સાત્વિકદાન ગઢવીઅે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ સાથે સંકલન કરીને સંગઠનાત્મક સુગમતા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જિલ્લા કારોબારીમાં 65 અામંત્રિત સભ્યો, 7 હોદાની રૂઅે અામંત્રિત સભ્યો અને 15 વિશેષ અામંત્રિત સભ્યોનો સમાવેશ કર્યો છે.

અખબારી યાદીમાં મોકલાયેલી નામાવલિ જોતા અામંત્રિત સભ્યોમાં મોટાભાગના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅોમાં પદાધિકારી રહી ચૂક્યા છે. જ્યારે વિશેષ અામંત્રિતોમાં માજી સાંસદ, માજી રાજ્યમંત્રી, માજી ધારાસભ્યો, માજી જિલ્લા પંચાયતના પ્રમુખનો સમાવેશ જણાઈ અાવે છે. અામ, કારોબારી દ્વારા જૂનાજોગીઅોને સક્રીય રાખવાની નીતિ જણાઈ અાવે છે.

અન્ય સમાચારો પણ છે...