તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લખપત તાલુકાના જાડવા ગામની 55 વર્ષીય નાથીબેન રબારીના અંડાશયમાથી સાડા ત્રણ કલાકના ઓપરેશન પછી 7 કિલો કેન્સરની ગાંઠ અને 7 લિટર જેલી જેવું પાણી (રેડિકલ હિસ્ટેકટોમી) કાઢી કેન્સરગ્રસ્ત દર્દીને રાહત પહોંચાડી છે.
હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાંત અને આસિ.પ્રો.ડો.રામ પાટીદારના જણાવ્યાનુસાર આધેડ વયની મહિલા પર કરાયેલી આ જટિલ અને સફળ શસ્ત્રક્રિયામાં એસો.ડિન અને ગાયનેક વિભાગના હેડ ડો.એન.એન. ભાદરકાની દોરવણી હેઠળ સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. દેવેન જોગલે વિશેષજ્ઞ તરીકે સેવા આપી હતી. તેમણે કહ્યું કે, નાથીબેનને ત્રણ માસ પહેલા અમદાવાદની હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા અંડાશયના 3જા સ્ટેજના કેન્સરનું નિદાન થયું હતું. બાદમાં, તેમણે કિમોથેરાપીની ત્રણ સાયકલ આપવામાં આવી હતી. તેમ છતાં સ્થિતિ કથળી હતી. તેને શરીરમાં સુઝન સહિત અનેક જટિલતાઓ જણાતી હતી.
હોસ્પિટલના આઈસીયુ બેકઅપની મદદથી સર્જરી પ્લાન્ટ કરીને અંડાશયની બંને કોથળી અને લીમ્ફોનોઇડનો આંતરિક માર્ગ જેના દ્વારા કેન્સર ફેલાય છે તે ચેનલ કાઢી નાખી દર્દીને દુખાવામાંથી છૂટકારો આપ્યો હતો. આ ઓપરેશનમાં ડો.કરિશ્મા ગાંધી, ડો.પૂજા ગધેસિયા, એનેસ્થેટિક વિભાગના ડો.ખ્યાતિ, આસિ. પ્રો.ડો.પૂજા ફૂમાકિયા, ડો.જગદીશ મેર, ડો.રાજેશ ડિંડોર, નર્સિંગ વિભાગના મનોજ પોકાર સહિત નર્સિંગ સ્ટાફ જોડાયો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.