તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:રાજયના 677 ASIને 11 માસ માટે પ્રમોશન, કચ્છના એકેય નહીં

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પોલીસ હોવાથી પ્રમોશનની પ્રક્રિયા શરૂ
  • કોઇપણ કર્મચારી PSIના પે-સ્કેલ મળવા પાત્ર ન હોવાથી સમાવેશ નહીં

ગુજરાત પોલીસમાં 1660 પીએસઆઈની જગ્યા હાલમાં ખાલી છે. જો કે કોરોનાની પરિસ્થિતિમાં પોલીસ ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે કામ કરી રહી હોવાથી પીએસઆઈની જગ્યા હંગામી ધોરણે ભરવાનું નક્કી કરાયું છે, જે માટે રાજયના 677 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરને હંગામી ધોરણે 11 મહિના માટે પીએસઆઈ તરીકે પ્રમોશન માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જો કે, કચ્છના અેકેય અેઅેસઅાઇનો અા પ્રમોશનમાં સમાવેશ થતો ન હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનામાં ડોક્ટર, નર્સ બાદ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે. જોકે તેમાં પણ પીએસઆઈ, પોલીસ ખાતાની કરોડરજ્જુ ગણાય છે, પરંતુ હાલમાં ગુજરાત પોલીસમાં પીએસઆઈની 1660 જગ્યા ખાલી પડી છે, જેથી હાલની કોરોનાની પરિસ્થિતિમાં પીએસઆઈની જગ્યા હંગામી ધોરણે ભરવા માટે ગૃહ વિભાગે પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં 677 એએસઆઈને હંગામી ધોરણે 11 માસ માટે પીએસઆઈ તરીકે પ્રમોશન આપવાનું નક્કી કરાયું છે, જેથી વહીવટી શાખાના પોલીસ મહાનિરીક્ષક બ્રજેશ કુમાર ઝાએ આ અંગે પરિપત્ર કરીને હંગામી ધોરણે પીએસઆઈ બનવા માગતા એએસઆઈને અરજી કરવા જણાવ્યું હતું. ત્રણ વર્ષ પહેલાં ગુજરાતમાં પીએસઆઈની અછત સર્જાતા ગૃહ વિભાગે હંગામી ધોરણે એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપ્યા હતા. પીસીબી, ક્રાઇમ બ્રાંચ, એટીએસ સહિતની એજન્સીઓમાં પણ હંગામી પોસ્ટિંગ અપાયાં હતાં.

અા અંગે પશ્ચિમ કચ્છ અેસપી સાૈરભ સીંઘ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજયના 677 અેઅેસઅાઇને પીઅેસઅાઇના પ્રમોશન અાપવામાં અાવી રહ્યા છે જેમાં કચ્છના અેકેય કર્મચારીનો સમાવેશ થયો નથી. જે કર્મચારી પીઅેસઅાઇના પે-સ્કેલ મળવાપાત્ર હોય તેમનો જ અા પ્રમોશનમાં સમાવેશ થયો છે અને કચ્છમાં પે-સ્કેલ મેળવતા હોય અેવા અેકેય કર્મચારી ન હોવાથી પ્રમોશન મળી શકે તેવા કર્મચારીઅો જ નથી.

અન્ય સમાચારો પણ છે...