દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યુ:આદિપુર પાસે રેલવે તંત્ર દ્વારા નડતરરૂપ 65 દબાણોને દૂર કરવામાં આવ્યા, પાણીની લાઈન પર રહેલા બાકી દબાણોને નગરપાલિકા દ્વારા દૂર કરાશે

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 પાકા અને 50 કાચા મળીને કુલ 65 દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
  • મામલતદાર, નગરપાલિકા, પોલીસ, એન્જિનિયર અને આરપીએફ સ્ટાફના સહયોગથી દબાણો દૂર કરાયા

પૂર્વ કચ્છના ગાંધીધામ પાસેના જોડિયા શહેર આદિપુરની હદમાં આવતા કાચાં-પાકાં 65 જેટલા દબાણોને રેલવે તંત્ર દ્વારા સ્થાનિક વહીવટી તંત્રની મદદ વડે દૂર કરવામાં આવ્યા હતા. ગાંધીધામ-આદિપુર વચ્ચેના રાજવી ફાટક પાસે રેલવેની જમીન પર થયેલા દબાણો પર બુલડોઝર ફેરવાયું હતું. જ્યારે પાણીની લાઈન પર રહેલા બાકી દબાણોને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવશે.

આ વિશે ગાંધીધામ નગરપાલિકાના લોકેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, ગાંધીધામ-ભુજ વચ્ચે ઇલેક્ટ્રિક રેલવે લાઈન માટેના ડબલિંગ કાર્ય માટે ચાલી રહેલી કામગીરીમાં નડતરરૂપ દબાણોને વહીવટી તંત્રના મામલતદાર, નગરપાલિકા, પોલીસ, એન્જિનિયર અને આરપીએફ સ્ટાફના સહયોગથી રેલવે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 15 પાકા અને 50 કાચા મળીને કુલ 65 દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. અત્રે નોંધનીય છે કે ગત માસે પણ ગાંધીધામ રેલવે સ્ટેશનથી રાજવી ફાટક સુધીમાં 100 જેટલા દબાણો રેલવે દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...