ક્રાઇમ:ગાંધીધામ લઇ અવાતો 64.33 લાખનો દારૂ પકડાયો

પાંથાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હરિયાણાથી આવતા ટેન્કરમાં શરાબ મળ્યો

હરિયાણાની હાઇવે હોટેલ પરથી ભારત પેટ્રોલિયમના ટેન્કરમાં ભરેલો 64.33 લાખનો દારૂ કચ્છના ગાંધીધામ પહોંચે તે પહેલા પાંથાવાડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગુંદરી ચેકપોસ્ટ પરથી પકડી પાડ્યો હતો. શરાબ સહિત 74.35 લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ પાંથાવાડા પોલીસ ગુરુવારે સાંજે ગુંદરી ચેકપોસ્ટ પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ભારત પેટ્રોલિયમના ટેન્કર નંબર આરજે-02-જીએ-2635 ને બાતમીના આધારે ઉભું રખાવી તપાસ કરતાં ટેન્કરમાંથી વિદેશી દારૂની તેમજ બિયરની બોટલ નંગ-14868 કિંમત .64,33,200નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ટેન્કર કિંમત રૂ.10 લાખ સહિત બે મોબાઈલ સાથે રૂ. 74,35,700નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.

ટેન્કર ચાલકની પૂછપરછ કરતાં તેણે દારૂ હરિયાણાથી રોતક તથા ઈસાર વચ્ચે સરદારજીની હોટલ પરથી ભરીને ગાંધીધામ-મુન્દ્રા પૂલીયા પાસે આવનારા માણસને આપવાનો હતો તેમ જણાવ્યું હતું. ટેન્કરના માલિકની પૂછપરછ કરતાં પોતે જ તેનો માલિક હોવાનું જણાવ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...