આયોજન:કરાટે સ્પર્ધામાં 600 સ્પર્ધકો ભાગ લેશે

આદિપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 અને 12 ડિસેમ્બરના એસવીપી હોલ ખાતે યોજાશે હરીફાઇ

તા.11 અને 12 ડિસેમ્બરના રોજ કરાટે ડો ફેડરેશન ગુજરાત ધ્વરા રાજ્ય કક્ષાની સબ જુનિયર, કેડેટ જુનિયર અને અંડર 21 યર્સ કેટેગરીની કરાટે સ્પર્ધાનું આયોજન એસવીપી હોલ ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું છે કરાટે ડો ફેડરેશન ગુજરાતએ કરાટે રમતની ગુજરાત રાજ્યની એક માત્ર બોડી છે જે યુવક સેવા, સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ ગર્વમેન્ટ ઓફ ગુજરાત ધ્વરા માન્યતા પ્રાપ્ત છે.

આ સંસ્થા સાથે ગુજરાત રાજ્યના 28 જેટલા જિલ્લા એસોસિએશન અને 3 લાખથી વધુ કરાટે ના ખેલાડીઓ જોડાયેલા છે આ સંસ્થા ભારતની કરાટે રમતની ગોવેર્નિન્ગ બોડી કરાટે ઇન્ડિયા ઓરગેનિઝશનનું સભ્યપદ ધરાવે છે. ગાંધીધામમાં યોજાનાર આ સ્પર્ધાનું આયોજન કરાટે એસોસિએશન ઓફ કચ્છ ભુજ કરશે થતા તેનું સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાતના પ્રમુખ કલ્પેશ મકવાણા કરશે કે જેઓ પોતે એશિયન અને વર્લ્ડ કરાટે ફેડરેશનના પ્રમાણિત રેફરી છે.

તેમની સાથે કરાટે ડો ફેડરેશન ગુજરાત ના મહામંત્રી મહેશ રાવલ અને ખજાનચી વિકાસ શોધી પણ હાજર રહેશે. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી પસંદગી પામેલા 600થી વધુ ખેલાડી ઓ ભાગ લેશે. આ સ્પર્ધાને સફળ બનવવા કરાટે એસોસિએશન ઓફ કચ્છ ભુજના પ્રમુખ અને કરાટે ડો ફેડરેશન ગુજરાત ના ઉપપ્રમુખ પિયુષ શ્રીવાસ્તવ, કરાટે એસોસિએશન ઓફ કચ્છ ભુજ ના ચીફ પેટ્રોન સની બૂચિયા, ગૌરવ રાજગોર અને તમામ કારોબારી સભ્યો એ જહેમત ઉઠાવી રહ્યા છે.

ચેમ્પિયનશીપ ખજાનચી જિતેન્દ્ર ખોડિયાર, આર સી ચેરમેન દોંગા ગીરી, ચેમ્પિયનશીપ જોઈન્ટ સેક્રેટરી રાજ કિશોર ભીંડ પાર્થ જયસ્વાલ, જય ભાનુશાલી, સૂરજ દેવાંગન, હેમલ ઉકાણી, કૃષ્ણ આદ્રા અને વધુ કમિટી મેમ્બરે આ તક ઝડપી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...