તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી:PGVCL ભુજ વર્તુળ કચેરી તળે 60 જુનિયર આસિસ્ટન્ટની ભરતી થઇ

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 162 પૈકીની જગ્યા ભરાઇ, બાકીની બીજા તબક્કામાં ભરાશે

પીજીવીસીએલની ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતી વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓમાં ખાલી પડેલી જુનિયર આસિસ્ટન્ટની 162 પૈકીની 60 જગ્યાઓ માટે નિમણૂકના ઓર્ડર અપાતાં 52 જેટલા કર્મચારી ફરજ પર હાજર થયા હતા. બાકી રહેલી 102 જેટલી જગ્યાઓ પર બીજા તબક્કામાં ભરતી થશે. આમ હવે ત્રીજા વર્ગના કર્મચારીઓની અગાઉ સતાવતી ઘટની સમસ્યાનો ઉકેલ આવી જશે.

આ જગ્યાઓ માટે ગત વર્ષે પરીક્ષા યોજાઇ હતી જેની ભરતી પ્રક્રિયા રાજકોટની કોર્પોરેટ કચેરી દ્વારા હાથ ધરાતાં ભુજ વર્તુળ કચેરી માટે 60 જુનિયર આસિસ્ટન્ટને નિમણૂક અપાઇ હતી જે પૈકીના 52 હાજર થઇ જતાં ભુજ, માંડવી, નખત્રાણાની વિભાગીય કચેરીઓમાં તેમની નિયુક્તિ કરાઇ હતી. આ અંગે વધુ વિગતો આપતાં કચ્છના વીજ વડા અમૃત ગુરવાએ કહ્યું હતું કે, કચ્છમાં 162 જેટલી જગ્યાઓ ખાલી પડી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં 60ને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા છે. બીજા તબક્કામાં બાકીની જગ્યાઓ ભરાઇ જશે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

હાજર થયેલા કર્મચારીમાં 40 જેટલી મહિલા
નવા નિમાયેલા 54 જુનિયર એન્જિનિયર પૈકી 40 જેટલી મહિલાઓ હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હવે મીટર રીડરની અલાયદી પોસ્ટ રદ્દ થઇ જતા મહિલાઓને પણ આ કામગીરી સોંપાઇ શકે છે. જો કે, ભરતી પૂર્વે જ તમામ ઉમેદવારોની મીટર રીડિંગ સહિતની ફરજો બજાવવા માટે સંમતિ લઇ લેવાય છે.

ભુજમાં નવા કાર્યપાલક નિમાયા
ભુજની વિભાગીય કચેરીમાં અમરેલીથી બદલીને આવેલા એચ. ડી. વ્યાસે નવા કાર્યપાલક ઇજનેર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ આ હોદ્દા પર રહેલા બી. ડી પરમારની તેમના વતન જુનાગઢ ખાતે કાર્યપાલક તરીકે બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...