તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલધારી પર આફત:લખપતના માતાના મઢ સીમ વિસ્તારમાં આકાશી વીજળી પડતા 60 બકરાના મોત

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજળી પડવાના બનાવમાં માલધારીનો આબાદ બચાવ થયો
  • ભચાઉ તાલુકાના ચોબારી પાસે વીજળી પડતા ભેંસનું મોત

કચ્છ જિલ્લામાં ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ ખડો થવા પામ્યો છે અને છૂટક મેઘમહેરથી વાતાવરણ ખુશનુમા બની રહ્યું છે. તેના વચ્ચે આકાશી વીજળી પડવાના બનાવો પણ બની રહ્યા છે, આવોજ એક બનાવ આજે માતાના મઢ ગામના સીમ વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં માતાનામઢ સોઢા કેમ્પ ખાતે રહેતા લીલાજી હીરાજી સોઢાની માલિકીના 60 જેટલા બકારના મોત નીપજ્યાં હતા.

બનાવના પગલે સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને માલધારીને મદદરૂપ બનવા પ્રયત્નશીલ બન્યા હતા. ઘટનાની જાણ ઉપ સરપંચને થતા તેમણે તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોર્યું હોવાનું ભરતભાઇ ત્રિપાઠીએ જણાવ્યું હતું. વીજપ્રપાતમાં બકરાના મરણ થવાથી મોટી આર્થિક નુકશાની થવા પામી હતી. સદભાગ્યે થોડે દુર ઉભેલા માલધારીનો બચાવ થયો હતો.

બીજી તરફ ભચાઉ તાલુકાના ચોબારી ગામના ડુંગર વિસ્તારમાં પણ વીજળી પડવાની ઘટના બની હતી જેમાં ચોબારીના ખાસકેલી હાજી ઓસ્માણ નામના માલધારીની અંદાજિત રૂ. 40 હજારની ભેંસનું મૃત્યુ નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...