તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફડચો:કચ્છની 60 મંડળીઓ ફડચામાં : બાકીદારોને લેણું ચુકવવા આદેશ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 60 દિવસ બાદ મંડળીના દફતર મુજબ ફડચો આટોપાશે

કચ્છની સહકારી અને કો.ઓપરેટીવ 60 મંડળીઓને ફડચામાં લઇ જઇ ફડચો અાટોપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસિંગ) ભુજ દ્વારા ભુજની 9, તાલુકાની 4, ભચાઉ 6, તાલુકામાં 3, ગાંધીધામ 9 અને તાલુકાની 2, અંજાર તાલુકાની 1, માંડવી 2 અને તાલુકામાં 1, નખત્રાણા 1, તાલુકામાં 4, લખપત તાલુકામાં 1, નલિયા 2, તાલુકામાં 4, મુન્દ્રા 2, તાલુકામાં 2, રાપર 2, તાલુકામાં 3 મંડળીઓને તા.29/1/2021થી, મેઘપર બોરિચીની મંડળીને તા.20/2/2021થી અને ભુજની એક મંડળીને તા.28/4/2021થી ફડચામાં લઇ જવામાં આવી છે. આ મંડળીઓના ફડચા અધિકારી તરીકે સહકારી અધિકારી (ફડચો) લગત જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી, ભુજની નિમણૂક કરવામાં આવી છે.

લાગતા વળગતાઓ અને આ મંડળી પાસે જેમનું કાંઇ લેણું હોય તેમણે તેનો હિસાબ/જરૂરી આધાર-પૂરાવા સાથે દિવસ-60માં તેની નોંધ કરાવી થવા અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવાના રહેશે. જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબ જે કંઇ બાકી હશે તે મુજબ ફડચો આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે, જેથી મંડળીના બાકીદારોએ તુરંત જ મંડળીનું લેણું ચુકતે ભરી જવા ફડચા અધિકારી અને સહકારી અધિકારી (ફડચો)લગત જિલ્લા રજિસ્ટ્રાર,સહકારી મંડળીઓ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...