કંડલા પંથકમાં આંચકા:પૂર્વ કચ્છમાં 11 કલાકમાં 2.1થી 3.5ની તીવ્રતાના 6 આંચકા; દુધઇ, ભચાઉ વિસ્તારની ધરા રાતભર હળવા આંચકાઓથી ધ્રૂજતી રહી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સર્કલમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ - Divya Bhaskar
સર્કલમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ
  • રોહા ફોલ્ટલાઇન સક્રિય થતાં કંડલા જેટીની પાસે જ 2.4નું કંપન નોંધાયું

સોમવારે રાત્રે 8.30 વાગ્યાથી મંગળવારે સવારે 7.30 વાગ્યા સુધીમાં પૂર્વ કચ્છની ધરા 2.1થી 3.5ની તીવ્રતાના 6 આંચકાથી ધ્રુજી હતી. લાંબા સમય બાદ કંડલામાં જેટી પાસે જ 2.4ની તીવ્રતાના કંપન સાથે ભચાઉ અને દુધઇની ધરામાં પણ સળવળાટ જારી રહ્યો છે. દુધઇ પાસે 4, ભચાઉ અને કંડલા પાસે 1-1 મળી 11 કલાકમાં 6 આંચકાથી પૂર્વ કચ્છની ધરા ધણધણી હતી. સોમવારે રાત્રે 8.30 કલાકે દુધઇથી 21 કિ.મી. દુર 2.9ની તીવ્રતાનો, 11.07 કલાકે 3.5 ની તીવ્રતાનો, 1.41 કલાકે 2.4ની તીવ્રતાનો અને તા.5-10ના સવારે 7.4 કલાકે 2.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

દુધઇ પાસેના 3.5 અને 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ કચ્છના નાના રણમાં રૈયાડો પાસે નોંધાયું હતું. ઉપરાંત સોમવારે રાત્રે 1.57 કલાકે ભચાઉથી 12 કિ.મી.ના અંતરે 2.4ની તીવ્રતાના આંચકા સાથે ધરા ધ્રુજી હતી, જેનું કેન્દ્રબિંદુ કબરાઉ પાસેના કૃષ્ણાનગરમાં નોંધાયું હતું. આ ઉપરાંત મંગળવારે સવારે 7.30 કલાકે કંડલાથી 2 કિ.મી.ના અંતરે આવેલા 2.4 આંચકાનું કેન્દ્રબિંદુ ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 23.027 અક્ષાંશ, 70.278 રેખાંશ સાથે 22.6 કિ.મી.ની ઉંડાઇએ કંડલાની જેટી સામે દલદલમાં નોંધાયું હતું.

અત્રે નોંધનીય છે કે, વર્ષ 2001ના વિનાશક ભૂકંપ વખતે કંડલામાં જેટીને ભારે નુકસાન થયું હતું તેવામાં રોહા ફોલ્ટલાઇન ફરી સક્રીય થઇ હોવાથી ફરી 2.4ના આંચકાથી ધરા ધ્રુજી હતી. રોહા ફોલ્ટલાઇન સક્રિય થતાં થોડા સમય પહેલા ભુજ તાલુકાના કોટડા તેમજ મુન્દ્રા, કંડલા પંથકમાં આંચકા નોંધાયા હતા તેવા ફરી કંડલા પાસે આંચકો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...