તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાર્ષિક અહેવાલ:કચ્છની 6 નગરપાલિકાઓને અધધ 1.22 અબજ મળ્યા પણ 3.23 કરોડની રકમ કપાઇ ગઇ !

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • પાણી અને લાઇટ બીલ પેટે કરોડોની રકમ બાકી હોવાથી ગ્રાન્ટમાંથી કપાત કરાય છે
 • એકલી ભુજ પાલિકાની જ 1.72 કરોડની રકમ ગ્રાન્ટમાંથી કાપી લેવામાં આવી !

વર્ષ 2019-20ના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના જાહેર કરાયેલા વાર્ષિક અહેવાલમાં રાજ્યના શહેરોની વિવિધ સત્તામંડળોને આપવામાં આવેલી ગ્રાન્ટની વિગતો બહાર આવી છે. જેમાં કચ્છની છ પાલિકાઓને અધધ 1.22 અબજની વિવિધ યોજના હેઠળ ગ્રાન્ટ આપવામાં આવી હોવાનો અહેવાલમાં ઉલ્લેખ છે. પરંતુ તેનાથી પણ વધારે ચોંકાવનારી માહિતી એ બહાર આવી છે કે કચ્છની પાંચ નગરપાલિકાને મળેલી ગ્રાન્ટમાંથી અધધ રૂા. 3.23 કરોડની રકમ કાપી લેવામાં આવી છે ! કચ્છની પાલિકાઓ પર પાણી પુરવઠા વિભાગ તથા પીજીવીસીઅલનું કરોડો રૂપિયાનું દેવુ છે. તેના કારણે વિવિધ ગ્રાન્ટમાંથી દેવાની રકમ કપાત કરવામાં આવી રહી છે.

રાજ્યની મહાનગર પાલિકા અને નગરપાલિકાઓને શહેરોમાં વિવિધ વિકાસકામો અને માળખાકિય સુવિધાઓ માટે આપવામાં આવતી વિવિધ ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ચુકવવામાં આવે છે. આ રીપોર્ટમાં જીએમએફબી દ્વારા કચ્છની છ નગરપાલિકાઓને વિવિધ યોજના તળે અધધ 1.22 અબજની ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવી હતી ! ચોંકાવનારી વાત એ છે કે આ ગ્રાન્ટમાંથી એકલી ગાંધીધામ પાલિકાનો હિસ્સો જ 37 ટકા છે. જ્યારે ભુજ પાલિકાનો હિસ્સો 27 ટકા છે.

એટલે કે કચ્છને ફાળવાયેલી કુલ ગ્રાન્ટમાંથી ગાંધીધામ અને ભુજ પાલિકાને જ 64 ટકા રકમ મળી છે ! તો રૂા. 3.23 કરોડની રકમ કપાઇ પણ ગઇ છે. સાૈથી વધારે ભુજ પાલિકાની રૂા. 1.72 કરોડની રકમ વિવિધ ગ્રાન્ટમાંથી કપાઇ ગઇ છે. ત્યારબાદ અંજાર પાલિકાની રૂા. 43.77 લાખ, ભચાઉની રૂા. 28.71 લાખ, માંડવા રૂા. 51.06 લાખ, રાપરના રૂા. 24.47 લાખની રકમ ગ્રાન્ટમાંથી કાપી લેવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ગાંધીધામ પાલિકાને પુરેપરુ ગ્રાન્ટ ચૂકવાઇ છે. તેની ગ્રાન્ટમાંથી રકમની કપાત નથી !

અહો આશ્ચર્યમ ! ગાંધીધામ પાલિકા પર 50 કરોડનું દેવુ છતાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે રકમ ન કાપી
નવાઇ પમાવે તેવી વાત એ છે કે રાજ્યભરની પાલિકાઓના પાણી અને લાઇટ બીલ પેટેની રકમ વિવિધ ગ્રાન્ટમાંથી કાપી લેવામાં આવે છે. પરંતુ કચ્છની ગાંધીધામ પાલિકાની રકમ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે દ્વારા કાપવામાં આવી નથી. વળી એવુ નથી કે ગાંધીધામ પાલિકા પર દેવુ નથી. પાણી પુરવઠા બોર્ડ ગાંધીધામ પાલિકા પાસે અધધ 50 કરોડથી વધારે રકમ માંગે છે. તે ચૂકવવા અવાર-નવાર પાણી પુરવઠા બોર્ડ પાલિકાને તાકિદ પણ કરે છે. ત્યારે આટલી બધી રકમ બાકી હોવા છતાં ગાંધીધામ પાલિકાને ગ્રાન્ટની પુરેપુરી રકમ મળે છે. જ્યારે અન્ય પાલિકાઓની ગ્રાન્ટમાંથી બાકીની રકમ કપાઇ રહી છે.

રીપોર્ટ પ્રમાણે ત્રણ પાલિકાની હાલત નબળી
આ રીપોર્ટમાં કચ્છની ભુજ, ભચાઉ અને માંડવી પાલિકાની હાલત નબળી બતાવાઇ રહી છે. કેમ કે આ ત્રણેય પાલિકાની કુલ આવક કરતા ખર્ચ વધી ગયો છે ! ખાસ કરીને ભુજ પાલિકાએ તો આવક કરતા બે ગણો વધારે ખર્ચ બતાવ્યો છે.

પાલિકાઓના વર્ષ 2018-19ના હિસાબ

પાલિકાઆવકખર્ચ
ગાંધીધામ38.45 કરોડ36.51 કરોડ
અંજાર13.69 કરોડ12.01 કરોડ
ભુજ18.99 કરોડ34.95 કરોડ
ભચાઉ2.50 કરોડ3.88 કરોડ
માંડવી10.06 કરોડ10.96 કરોડ
રાપર3.72 કરોડ2.67 કરોડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો