તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજની બે હોટેલોમાં આવેલી લીંકર શોપમાંથી 56 લાખનો શરાબ-બીયરનો જથ્થો ડિસેમ્બર માસમાં વેચાયો છે, પણ કોરોના મહામારી અને પ્રવાસન સિઝન સારી ન હોવાના કારણે આ વર્ષે 50 ટકાનું ગાબડુ પડયું છે. ગત વર્ષે સવા કરોડ આસપાસ શરાબ-બિયરનો જથ્થો માત્ર ડિસેમ્બર માસમાં વેચાયો હતો.
હેલ્થ પરમીટ ધારકો અને ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ લીંકર શોપની પરમીટ ઇસ્યુ કરાવી લીંકર શોપમાંથી શરાબ-બીયરનો જથ્થો ખરીદતા હોય છે. પરમીટ મુજબ તેમને જથ્થો લેવાની છુટછાટ અપાય છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે પ્રવાસીઓની સંખ્યા ઓછી બની છે. દિવાળીની રજાઓ ટાણે બે-ચાર દિવસ પ્રવાસી આવ્યા હતા તો હાલ થર્ટીફર્સ્ટના દિવસોમાં થોડાજાજા પ્રવાસીઓ દેખાય છે.
ભુજની સેવન સ્કાય હોટેલની લીંકર શોપમાં ગત વર્ષે ડિસેમ્બર માસમાં 82,41,330 રૂપિયાનો વેચાણ વીથ વેટ ટેક્સ સાથે થયો હતો, જયારે આ વર્ષે 1-12થી 28-12 સુધી 41,36,410 રૂપિયાનો લીંકર સેલ વીથ ટેક્સ સાથે થયો હોવાની વાત જટુભાઇ રાઠડે કહ્યું હતું. તો બીજી તરફ ભુજની ઇલાર્ક હોટેલમાં આવેલી લીંકર શોપમાંથી ગત વર્ષે 30 લાખ રૂપિયાનો લીંકર વીથ ટેક્સ સાથે વેચાયો હતો અને આ વર્ષે 28મી તારીખ સુધી અંદાજે 15 લાખ રૂપિયાનો જથ્થો વેચાયો હોવાની વાત અભીષેખભાઇએ કહી હતી.
પ્રવાસીઓ જ છુટછવાયા હોવાથી વેચાણ ઘટયું
કોરોના મહામારીના કારણે પ્રવાસીઓ કચ્છ આવવાનું ટાળ્યું છે. દિવાળીથી રણોત્સવની સમાપ્તી સુધી ભારે પ્રવાસીઓ દર વર્ષે આવતા હોય છે જે લીંકર પરમીટ ઇસ્યુ કરાવતા હોય છે. જો કે આ વર્ષે દિવાળી ટાણે છુટાછવાયા પ્રવાસીઓ નોંધાયા હતા અને વર્ષાંતે પણ પ્રવાહ ઓછો હતો. ગુજરાત બહારના પ્રવાસીઓની સંખ્યા નજીવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ભુજની પ્રથમ લીંકરશોપ બે વર્ષથી બંધ
ભુજની પ્રથમ લીંકર શોપ હોટેલ પ્રિન્સમાં હતી, જે કોઇ કારણોસર બે વર્ષ પુર્વે બંધ કરી દેવાઇ હતી,આ લીંકર શોપ ફરી શરૂ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી જો કે શરાબના જથ્થાની અટપટી શરતોને કારણે ફરી શરૂ થઇ શકી ન હતી. શરૂઆતમાં ભુજમાં એકમાત્ર લીંકર શોપ પ્રિન્સ હોટેલમાં હતી બાદમાં સેવનસ્કાય અને ઇલાર્ક હોટેલમાં શરૂ થઇ હતી.
પરમીટધારકોમાં કચ્છ ચોથા નંબરે
રાજયમાં લીંકર શોપની પરમીટધારકોની સંખ્યા 54 હજાર છે, જેમાં પ્રથમ નંબરે સુરત બાદમાં અમદાવાદ અને વડોદરા આવે છે. પરમીટધારકોમાં કચ્છ ચોથા નંબરે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.