ક્રાઇમ:માંડવીના વાંઢમાં બેન્ટોનાઇટની મીલમાંથી 5.48 લાખના બાયો ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઓઇલ સાથે બે ટેન્કર,ટ્રક સહિત 11 લાખ 80 હજારનો મુદામાલ કબજે કર્યો

માંડવી તાલુકાના વાંઢ ગામની સીમમાં આવેલી બેન્ટોનાઇટની મીલમાં બાતમીન આધારે ગઢશીશા પોલીસે દરોડો પાડીને 5.48 લાખની કિંમતના 8,440 લીટર બાયો ઓઇલનો જથ્થો અને અન્ય સાધનો તથા વાહનો મળીને કુલ 11 લાખ 80 હજારનો મુદામામાલ કબજે કરીને ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગઢશીશા પોલીસ મથકના પીએસઆઇ વી.એચ.ઝાલા તથા તેમની ટીમના સભ્યો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોજાચોરા બાજુથી આવતા છકડાને અટકાવી તલાશી લેતાં તેમાંથી 200 લીટર બાયો ઓઇલ ભરેલા 4 કેરબા મળી આવ્યા હતા.

પોલીસની પુછતાછમાં છકડા ચાલક માલજી કલ્યાણજી મહેશ્વરીએ આ કેરબા વાંઢ ગામની સીમમાં આવલ નરનારાયણ માઇન કેમના માલિક રમેશ વેકરીયાએ ભરી આપ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. તેમજ સીમમાં આવેલી ખાણોના વાહનો માટે લઇ જતો હોવાની કેફીયત આપી હતી. પોલીસે માલજીને સાથે રાખીને વાંઢ ગામની સીમમાં નરનારાયણ માઇન કેમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન એક ટ્રકમાં બાયો ઓઇલ ભરાતું હતું. બે ટેન્કર અને એક હજાર લીટરની ક્ષમતાવાળી પ્લાસ્ટિકની 6 ટાંકીમાં બેઝ ઓઇલ ભરાતું હતું. માઇન કેમનો માલિક રમેશ હાજર હતો. પોલીસની પ્રાથમિક પુછતાછમાં રમેશ વેકરીયાએ જણાવ્યું હતું કે, ગત 8 સપ્ટેમ્બરના ગાંધીધામની યાના એગ્રો ઇમ્પેક્સ નામની પેઢી પાસેથી ઓઇલનો જથ્થો ખરીદ્યો હોવાનું અને તેમના વાહનો અને આસપાસની ખાણોના વાહનોમાં ભરવાનું હતું. ગઢશીશા પોલીસે બેઝ ઓઇલનો જથ્થો અને વાહનો સિઝ કરીને છકડા ચાલક, માઇનના માલિક અને ગાંધીધામની પેઢીના ચિરાગ શાહ સહિત ચાર લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...