માધાપરની એમ.એસ.વી. હાઇસ્કૂલ ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (ગાંધીનગર) તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અ, બ અને ખુલ્લો એમ ત્રણ વિભાગોમાં 530 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જેમાં અ વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ત્રણ અનુક્રમે સચદે ક્રિશ પરેશભાઈ, દવે રુદ્રાક્ષ એસ., કેરાઈ શિવ, નિબંધમાં ચૌહાણ ભક્તિ દિપક, વરસાણી ખ્યાતિ, રાઉં ચાર્વી, સર્જનાત્મક કારીગીરીમાં ભાટી હેતરાજસિંહ, સલાટ ક્રિષા, વિહાન ખીલનાની, લગ્નગીતમાં સોની વિશાખા, આરોહી નિલેશભાઈ, ભટ્ટ અંતરા, લોકવાદ્યમાં સમર્થ નિરેન, સમર્થ ધોળકિયા, માંકડ અંશીલ, એકપાત્રિય અભિનયમાં હર્શી કટારમલ, વંશીકા નિખિલકુમાર, ડુડિયા સાન્વી, બ વિભાગમાં વકતૃત્વમાં જરાદી ધૃતિ પી., ગોર વેદિકા એસ. ભૂવા ધૃતિ આર., નિબંધમાં સચદે યાના એ., ચુડાસમા ધાત્રીબા એચ., વરસાણી નિષ્ઠા વી., સર્જનાત્મક કારીગીરીમાં હિરાણી અર્ચના કે., સોની પૂર્વા કે., પટેલ સૃષ્ટિ જે., લગ્નગીતમાં વરસાણી દ્રષ્ટિ એમ., ધોળકિયા હીર, ભુડિયા મહેશ બી., લોકવાદ્યમાં ગોર યક્ષ આર. ઝાલા હરમન જે., વાસાણી યથાર્થ ટી., એકપાત્રીય અભિનયમાં ગોર હસતી પી., માણેક દ્રષ્ટા હિતેશભાઈ, હિરાણી તુલસી કરસનભાઈ, ખુલ્લા વિભાગમાં દોહા-છંદ-ચોપાઈમાં ગઢવી જીયા એ., ગઢવી ઋત્વી એસ., ગઢવી દિપક એસ., લોકવાર્તામાં રાજગીર ભક્તિ બી., ગઢવી પલક, દહિસરીયા ધ્યાની પી., લોકગીતમાં ભાટી પૃથ્વીરાજસિંહ, પાટણી સંજય, શાહ ધ્યાની, ભજનમાં વોરા ઉદિશ, વેદાંત નમસ્વી, ભંડેરી પુરુષોત્તમ, સમુહ ગીતમાં સ્વર સંગીત સંસ્થાન (ભુજ), શ્રીજી પબ્લિક સ્કૂલ (માધાપર), માતૃછાયા કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ (ભુજ), લોક નૃત્યમાં માતૃછાયા કન્યા વિદ્યાલય (ભુજ) સત્વ ગ્રુપ (ભુજ), અને નટરાજ ગ્રુપ (ભુજ) વિજેતા રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.