તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરાનું ડિજિટલાઇઝેશન:500 વર્ષનો ઇતિહાસ ફંફોસી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની ડિજિટલ વંશાવલી બનાવાઇ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાયપુરના રહીશે 7 વર્ષની મહેનત સાથે કર્યું પડકારજનક કાર્ય

સમાજમાં લગ્ન પહેલા છોકરા અને છોકરીઓની સાત પેઢીઓને મેળવાની પરંપરા છે. હવે વૈજ્ઞાનિકો પણ એક જ પૂર્વજના વંશજો સાથે લગ્ન કરવાનું હિતાવહ નથી તેમ જણાવી રહ્યા છે કારણ કે વંશજોમાં લગ્ન થાય તો કેટલાક કિસ્સામાં શારીરિક વિકૃતિઓ સાથેનું બાળક જન્મે તેવી સંભાવના રહે છે. અગાઉ વંશજોની વિગતો મેળવવા વંશાવલી રાખવામાં આવતી હતી પણ છેલ્લા કેટલાક સમયથી તેનું ચલણ ઘટ્યું છે. આ વાતને ધ્યાને રાખતાં રાયપુરના રહીશે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજનો 500 વર્ષ જૂનો ઇતિહાસ ફંફોસીને ડિજિટલ વંશાવલી બનાવી છે જેના માટે તેમને 7 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

રાયપુરના ભરતભાઈ સાવરિયાએ સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના લોકોની વંશાવલી તૈયાર કરવાની પહેલ કરી. સાત વર્ષની મહેનત દરમિયાન તેમણે સમાજના 500 વર્ષનો ઇતિહાસ શોધ્યો અને 78 મૂળ પુરુષો વિશે માહિતી એકઠી કરી. આજે સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા કચ્છ ગુર્જર ક્ષત્રિયો આ 78 મૂળ પુરુષોના સંતાનો છે. જર્મન કંપનીના સોફ્ટવેરની મદદથી ડિજિટલ વંશાવલી તૈયાર કરવામાં આવી છે. સમાજની રાષ્ટ્રીય કાર્યકારીણી તરફથી મંજૂરી મળ્યા બાદ તેને ‘KGK One’ એપ પર અપલોડ કરવામાં આવી છે.

હવે ક.ગુ.ક્ષત્રિય સમાજનો કોઈપણ સભ્ય માત્ર એક ક્લિકથી તેમના પૂર્વજોનું નામ અને ઈતિહાસ જાણી શકશે. ખાસ વાત એ છે કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વસતા લોકોની વંશાવળલી રાયપુરથી તૈયાર કરવામાં આવી છે. ભરતભાઇ વર્ષ 2015થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.

કચ્છમાં સમાજના મૂળ પુરૂષોના 78 મંદિર
સાવરિયાના જણાવ્યા મુજબ એકવાર તેમના મિત્ર જીતેન્દ્ર રાઠોડની સાથે વંશાવલી બનાવવાની ચર્ચા કરી. તેમને પણ લાગ્યું કે આ દિશામાં કામ કરવાની જરૂર છે. ઇતિહાસની શોધખોળ કરવા માટે તેઓ કચ્છ આવ્યા જ્યાં સમાજના 78 મૂળ પુરુષોના મંદિરો છે. લગ્ન જેવા મોટા પ્રસંગો પર દેશ અને દુનિયાના લોકો અહીં દર્શન માટે આવે છે.

તેમણે મંદિરની વ્યવસ્થા સંભાળતા લોકો પાસેથી માહિતી એકઠી કરી અને તેમના પૂર્વજોના નામ જાણવા માટે દરેક વ્યક્તિનો ફોન પર સંપર્ક કર્યો. તેમણે વિવિધ પરિવારોના બારોઠનો પણ સંપર્ક કર્યો હતો. ગુજરાતમાં માત્ર બારોઠ જ વંશાવલી બનાવવાનું કામ કરતા. આ સિવાય તેમણે લોકોને સામાજીક સામયિકોના માધ્યમથી પોતાના અને પૂર્વજો વિશે માહિતી મોકલવા હાકલ કરી હતી.

નામ સામેલ નથી માટે તેમના માટે સેન્ટ્રલ નંબર જારી કરાશે
ડિજિટલ વંશાવળળીમાં સમાજના મોટાભાગના લોકોના નામ આવરી લેવાયા છે તેમ છતાં કેટલાક નામો બાકી રહી જવાની સંભાવના જણાઇ હતી. કોઈ પણ સભ્યનું નામ બાકી ન રહી જાય તે માટે અલગથી વ્યવસ્થા ઉભી કરાઇ છે. બાકી રહી ગયેલા નામ ઉમેરવા માટે ટૂંક સમયમાં સેન્ટ્રલ નંબર જારી કરવામાં આવશે. આ નંબર પર ફોન કરીને લોકોને ત્રણથી ચાર પેઢીના તેમના પૂર્વજો વિશે માહિતી આપવી પડશે.

ડિજિટલાઇઝેશન અને નાણા મોટો પડકાર બન્યા
પૂર્વજો અને વંશજોની માહિતી એકત્રિત કર્યા બાદ તેનું ડિજિટલાઇઝેશન એક મોટો પડકાર બની ગયો હતો. ભરતભાઈએ રાયપુર, દિલ્હી સહિત અનેક સ્થળોએ લોકોનો સંપર્ક કર્યો. હજારો લોકોને સમાવતી વંશાવળલીને ડિજિટલાઇઝ કરવા માટે તેમની પાસેથી 25 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. તેવામાં તેમનો રાયપુરના ગૌરવ ચાવડા સાથે ભેટો થતાં ગૌરવે 25 લાખનું કામ માત્ર 25 હજારમાં કરી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...