વર્દીને લજવે તેવું કામ:મુન્દ્રા અને કચ્છ બહાર જતા 500 ટ્રેલર-ડમ્પરોના કયારેય મેમો બને જ નહીં !

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાજીપીરથી નિકળતી લોકલ ટ્રકોને પણ નવા યુવા અધિકારીની લીલીઝંડી
  • નિયમોનો ભંગ કરી દોડતા વાહનોની તમામ જવાબદારી પોતાના શિરે લીધી

અોવરલોડ અને અાર.ટી.અો.ના નિયમનો ભંગ કરીને સેંકડો વાહનો કચ્છના માર્ગો પર દોડતા હોય છે, જેમાં અમુક વાહન ચાલકોને દંડવામાં અાવે છે. જો કે, મુન્દ્રા તેમજ કચ્છ બહાર જતા ટ્રેલરો અને ડમ્પર, ટ્રકો મળી કુલ 500 જેટલા વાહનોનો કયારેય નિયમના ભંગ બદલ મેમો બને જ નહીં કેમ કે અેક યુવા અધિકારીઅે લીલીઝંડી અાપી છે.

મુન્દ્રાથી અન્ય રાજય જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન જતા 150 જેટલા ટ્રેલર સરેઅામ નિયમનો ભંગ કરી અાર.ટી.અો. ચેકિંગ ટીમની સામેથી નિકળતા હોય છે પણ કયારેય મેમો અપાતો નથી, તો હાજીપીરથી મુન્દ્રા અાવતા ડમ્પરોને પણ કોઇ રોકાવતું નથી. તેમજ મુન્દ્રા વિસ્તારમાં ખનીજ તેમજ રેતીમાં દોડતા ડમ્પરોને કયારેય કોઇ હાથ દેતો નથી. અોવરલોડ અને નિયમનો ભંગ કરી દોડતા વાહનોને કારણે સરકારને લાખો રૂપિયાની નુકસાની જાય છે, તો અધિકારીના ખિસ્સા ગરમ થઇ રહ્યા છે. છેલ્લા થોડા સમયથી અેક યુવા અધિકારીઅે ટ્રાન્સપોર્ટરોને લીલીઝંડી અાપી દીધી છે જેના બદલામાં અેક વાહન પેટે 2500થી 6 હજાર રૂપિયા સુધીની રકમ વસુલવામાં અાવે છે.

અેજન્ટની જેમ તમામ વહીવટ સંભાળતા થયો
અાર.ટી.અો.ની કામગીરી કરતા અેજન્ટો વાહન અને લાયસન્સના કામ માટે ટ્રાન્સપોર્ટરો પાસે જતા હોય છે, અેવી રીતે અા ઇન્સ્પેકટર ખુદ અેજન્ટની જેમ મુન્દ્રા વિસ્તારના ટ્રાન્સપોર્ટરો પાસે જઇ વાહનને અોવરલોડ તેમજ નિયમના ભંગ બદલ દોડવવા માટે છુટ અાપી અાવ્યો છે. દેવેન્દ્ર નામનો અા યુવા અધિકારી દરેક ટ્રાન્સપોર્ટરો પાસે જઇ કામ માંગતો ફરતો થયો હોવાથી સરકારી ખાખીધારી અાર.ટી.અો.ની વર્દીને લજવે તેવું કામ કર્યું હોવાથી કચેરીમાં ભારે ચર્ચાઅો શરૂ થઇ છે.

16 લાખના વહીવટ સામે સરકારને 50 લાખની ખોટ
મુન્દ્રાથી કચ્છ બહાર અન્ય રાજયમાં જતા અેક ટ્રેલરના 5 હજાર રૂપિયા વસુલાય છે જેથી 150 ટ્રેલરના અેક માસના 7.50 લાખ રૂપિયા વહીવટ કરાય છે, તો લોકલમાં દોડતા ડમ્પર અને ટ્રકના 2500 રુપિયા લેવાય છે જેથી 8.75 લાખ જેટલો વહીવટ થાય છે. અામ કુલ 16 લાખ જેટલા વહીવટ થાય છે. અા વાહનોને દંડ કરવામાં અાવે તો ત્રણ ગણી અાવક સરકારી તીજોરીને થાય, અામ કુલ 50 લાખ જેટલી ખોટ સરકારને પહોંચે અેવુ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...