તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:હાજાપર (મિ)માં 50 હજાર ટન ખનિજની રોયલ્ટી ચોરી

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અબડાસા તાલુકાના હાજાપર (મિયાણા)ની સીમમાં છેલ્લા ચાર વર્ષથી એકજ લિઝ ધારક દ્વારા 50 હજાર ટન જેટલા ખનિજની રોયલ્ટી ચોરી કરાઇ હોવાનો આક્ષેપ ખુદ ગામના સરપંચે ખાણ ખનિજ વિભાગ સમક્ષ કરતાં આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલા ભરવાની માગ કરી છે.

ગ્રામજનો અને કિસાનોની અનેક રજૂઆતને ટાંકતાં ગામના મુખીએ આક્ષેપ કર્યો હતો કે, રે.સ. નં. 120 વાળી જમીનમાં ગાંધીધામના બિપિન અર્જુન ઠક્કર નામના લિઝ ધારક દ્વારા વર્ષ 2017થી અત્યાર સુધી 50 હજાર ટન જેટલું ખનિજ ખોદાયું છે પણ તેની રોયલ્ટી ભરી નથી. મંજૂર થયેલી જગ્યાએ માલ ખોદવાના બદલે અન્ય સ્થળેથી બિન અધિકૃત રીતે ખનન કર્યું છે. નિયમ મુજબ લિઝ મંજૂર થઇ હોય તે સ્થળે જાહેર જનતા વાંચી શકે તેવી રીતે બોર્ડ લગાવવાનું હોય છે અને જમીનની ફરતે ફેન્સિંગ કરવાની હોય છે તે નિયમનું પણ આ લિઝ ધારકે પાલન નથી કર્યું.

ગ્રામજનોની રજૂઆતને પગલે સ્થળ નીરિક્ષણ કરતાં આ તમામ વાતોમાં તથ્ય હોવાની રજૂઆત કરતાં સરપંચ જટુભા લાભસંગજી સોઢાએ જેટલી રોયલ્ટી ચોરી થઇ છે તે દંડ સહિત વસૂલવા, આ મામલે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી લિઝ સ્થગિત કરવા અને લિઝ ધારક સામે કાયદેસર કાર્યવાહી કરવા ગ્રામજનોની માગણી છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો