તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો નિયમ:NAACમાં ઓછા સ્કોરવાળી કચ્છ યુનિ.ની 41 કોલેજમાંથી 50 ટકા બંધ કરવી પડશે

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2022થી દરેક કોલેજ અને યુનિ. નેક એક્રેડિટેડ હોવી ફરજિયાત
 • થોડા સમય પૂર્વે નેકની અધુરાશને કારણે કચ્છ યુનિ.માં એક્સર્ટનલ અભ્યાસક્રમ બંધ થયું છે

એજ્યુકેશનની ગુણવત્તા સુધારવા નવી શિક્ષણનીતિમાં યુજીસીએ કડક વલણ અપનાવ્યું છે. વર્ષ 2022થી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલમાં ઓછામાં ઓછા 2.5 CGPA સ્કોર મેળવનાર યુનિવર્સિટી કે કોલેજો જ ભણાવી શકશે. થોડા સમય પૂર્વે કચ્છ યુનિવર્સિટીમાં નેકની માન્યતાના લીધે એક્સર્ટનલ અભ્યાસક્રમ બંધ કરાયું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા તાજેતરમાં જ દરેક શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ આપી તાકીદ કરી છે.

નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત યુજીસીએ ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા નવા અનેક કડક નિયમો ઘડ્યા છે. જો કોઈ સંસ્થા પાસે નેક પાસ સ્કોર 2.5 કે તેથી ઓછો હશે તેવી યુનિવર્સિટી અને કોલેજો બંધ કરવી પડશે. યુજીસીના સચિવ રજનીશ જૈને જાહેર કરેલા પત્રમાં જણાવ્યું છે કે,

યુજીસી (મેન્ડેટરી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ઓફ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ) રેગ્યુલેશન 2012 મુજબ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે નેકની માન્યતા અનિવાર્ય કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દર છ વર્ષે સંસ્થાએ માન્યતા લેવી પડશે. નવી શિક્ષણનીતિ મુજબ ઉચ્ચ શિક્ષણમાં સુધારો લાવવા માટે દરેક કોલેજો અને યુનિવર્સિટીએ નેકમાં 2.5નો સ્કોર કરવો ફરજિયાત રહેશે અન્યથા તે શૈક્ષણિક સંસ્થા બંધ કરી દેવી પડશે. કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કુલ 41 કોલેજ પૈકી માંડ 50 ટકા કોલેજ નેક એક્રેડિટેડ છે.

આ રીતે કરાશે ઇન્સ્પેક્શન
NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)માં સૌ પ્રથમ જે-તે શૈક્ષણિક સંસ્થાએ ઇન્સ્પેક્શન કરવા માટે એપ્લાય થવાનું હોય છે. ત્યારબાદ નેક જે-તે શૈક્ષણિક સંસ્થાને તારીખ આપે છે તે દરમિયાન દેશની જુદી જુદી યુનિવર્સિટીઓના એક્સપર્ટ અધ્યાપકો અને કોઈ એક યુનિવર્સિટીના કુલપતિની કમિટી શૈક્ષણિક સંસ્થાનું ચેકિંગ કરે છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા, પરિણામ, સંશોધન, અધ્યાપકો, સુવિધા-વ્યવસ્થા, શિક્ષણ સહિતના માપદંડોના આધારે રેન્કિંગ આપે છે. હાલ નવી પદ્ધતિ પ્રમાણે 70 ટકા માર્કિંગ ડેટા આધારિત હોય છે અને 30 ટકા માર્કિંગ ટીમ રૂબરૂ આવીને કરે છે.

કચ્છમાં 41 કોલેજોમાં સરકારી માત્ર ત્રણ
કચ્છ યુનિવર્સિટીની અન્ડરમાં 41 કોલેજનો સમાવેશ થાય છે. 3 સરકારી કોલેજ છે તો 6 અર્ધસરકારી અને 32 ખાનગી કોલેજ છે. કચ્છમાં આવેલી 41 કોલેજ પૈકી 50થી 60 ટકા કોલેજ નેક એક્રેડિટેડ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો