વીજ ચોરી:ગાંધીધામ સામખિયાળી કોરિડોર હાઈવે પર 11 હોટલમાંથી 50 લાખની વીજ ગેરરીતિ ઝડપાઈ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાની વિજિલન્સની ટીમોએ 39 હોટલમાં ચેકિંગ કરી 11માંથી ગેરરીતિ ઝડપી પાડી
  • ભચાઉ શહેરમાંથી વધુ રૂ. 4.50 લાખની વીજ ચોરી ઝડપાઇ

કચ્છના ગાંધીધામથી સામખીયાળી સુધીના છ માર્ગીય કોરિડોર ધોરીમાર્ગ પર દિવસ રાત ધમધમતી હાઇવે હોટલો પર વડોદરાથી આવેલી વીજકંપનીની વિજિલન્સ ટીમે દરોડા પાડી 11 હોટલમાંથી અધધ 50 લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડી હતી. હોટલ સંચાલકોના વીજ કનેકશન કટ કરી દંડનીય કાર્યવાહી કરાતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

કચ્છની જિલ્લાના હાઈવે પર આવેલી હોટલમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની માહિતી વીજકંપનીને મળતા વડોદરાની વિજિલન્સની ટીમો ત્રાટકી હતી. ચેકીંગ ટુકડીઓએ કુલ 39 હોટલમાં ચેકિંગ હાથ ધરતા લાકડીયાની હોટલ આશિષ. મોટી ચિરઈની હોટલ વિરાટ અને વારસાણાની હોટલ હાઈવે ઈન સહિત કુલ 11 હોટલમાંથી 50 લાખની વીજ ગેરરીતિ મળી આવતા વીજકંપની દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

જિલ્લામાં હાઈવેની હોટલ ઉપરાંત વિજિલન્સની 8 ટીમ દ્વારા આજે ભચાઉ શહેરમાં 78 વીજ જોડાણની તપાસ કરવામા આવી હતી. જેમાં 19 વીજ જોડાણમાંથી સાડા ચાર લાખ રૂપિયાની વીજ ગેરરીતિ મળી આવતા વીજકંપની દ્વારા દંડનીય કાર્યવાહી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...