ક્રાઇમ:બિટ્ટાની કંપનીમાં મોડી રાત્રે 5 લૂટારા ત્રાટક્યા, ગાર્ડ પર જીવલેણ હુમલો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તસ્કરો સીસીટીવી કેમેરામાં દેખાયા, પકડવા દોડેલા સિક્યુરિટી જવાનો સાથે ઝપાઝપી
  • પેટમાં ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી ચોર ટોળકી ભાગી છુટી

અબડાસા તાલુકાના બીટ્ટા ગામ નજીક આવેલી અદાણી સોલાર કંપનીમાં મોડી રાત્રે લૂટારૂ ટોળકીને પકડવા જતાં સિક્યુરીટી ગાર્ડન જવાનો સાથે ઝપાઝપી કરીને એક સિક્યુરીટી ગાર્ડના પેટના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી ચોરી ઇસમો નાસી છુટ્યા હતા બનાવને પગલે હડકંપ મચી ગયો હતો. નલિયા પોલીસને તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ બીટ્ટા ગામે રહેતા અને અદાણી સોલાર કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભાવેશભાઇ રામજીભાઇ સંઘારની ફરિયાદને ટાંકીને નલિયા પોલીસે જણાવ્યું હતું કે, બનાવ મંગળવારે રાત્રીના સાડા બારથી દોઢ વાગ્યા દરમિયાન બન્યો હતો.

ચોરીના ઇરાદે પાંચ જેટલા શખ્સો કંપનીમાં ઘૃયા હતા. દરમિયાન તસ્કરો કંપનીના સીસીટીવી કેમેરામાં દેખાઇ જતાં ફરજ પર ફરિયાદી સાથે રહેલા સિક્યુરીટી ગાર્ડ બીપીનચંન્દ્ર ભટ્ટ અને રમેશચન્દ્ર ભટ્ટ ત્રણેય જણાઓએ તસ્કરોને પકડ્યા હતા. દરમિયાન તસ્કરો સાથે ઝપાઝપી થતાં ચોર ટોળકી પૈકીને એક શખ્સે સિક્યુરીટી ગાર્ડ બીપીનચંન્દ્ર ભટ્ટના પેટના ભાગે તિક્ષ્ણ હથિયારનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. બાદમાં હુમલો કરી તસ્કરો નાસી છુટ્યા હતા. પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ પીએસઆઇ વી.બી.ઝાલાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...