બદલી:કચ્છના 5 PIની જિલ્લા બહાર બદલી, 2ને પૂર્વ કચ્છમાં મુકાયા

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ અને ભરૂચના પીએસઆઇને પણ અન્ય હુકમથી પૂર્વ કચ્છ મુકાયા

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ શુક્રવારે પોલીસ ઇસ્પેક્ટરોની આંતરજિલ્લા બદલીના ઓર્ડરો જાહેર કર્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા 5 પીઆઈની કચ્છ બહાર બદલી કરાઈ હતી તો, અન્ય જિલ્લામાંથી બે પીઆઇને પૂર્વ કચ્છમાં બદલી કરવામાં આવી છે.

34 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી
એક સાથે 34 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીમાં જેમાં પશ્ચિમ કચ્છ પોલીસના નખત્રાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ જે.કે.રાઠોડની ગાંધીનગર, જખૌ મરીન પીઆઈ વી.કે.ખાંટની ખેડા, મુંદરા પીઆઈ પી.કે.પટેલની અમદાવાદ શહેર, લોકલ ઈન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા બી.આર.ડાંગરની રાજકોટ અને નલિયા સર્કલ પીઆઈ એ.એલ. મહેતાની અમદાવાદ શહેર ખાતે બદલી કરાઈ છે. તો, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પીઆઈ એમ.એમ.જાડેજા, ઈન્ટેલિજન્સ પીઆઈ એસ.એન. કરંગીયાની પૂર્વ કચ્છમાં બદલી કરાઈ છે.જ્યારે અન્ય એક હૂકમમાં અમદાવાદ શહેરમાં પીએસઆઈ તરીકે કાર્યરત યુવરાજસિંહ કે. ગોહિલ અને ભરૂચ પીએસઆઈ કાનજી રાણા જાટીયાની પૂર્વ કચ્છમાં બદલી કરાઈ છે. આમ આ સામુહિક બદલીમાં પશ્ચિમ કચ્છમાં પાંચની સામે એક પણ સબ ઇન્સ્પેકટરને મુકાયા નથી. 

અન્ય સમાચારો પણ છે...