તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપમૃત્યુ:કચ્છમાં અપમૃત્યુના 5 બનાવોમાં 5 લોકોના પ્રાણ ગયા

ભુજ,ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ-ગાંધીધામમાં યુવાનનું તો, નખત્રાણાના ભડલીમાં પરિણીતા, ભચાઉમાં પ્રૌઢનો જીવ ગયો હતો

કચ્છમાં કોરોરોનાની મહામારીમાં અપમૃત્યુના બનાવો વધી રહયા છે. જેમાં આર્થિક ભીંસ અને પારિવારીક કલશના કારણે આતઘાતના બનાવો બની રહયા છે. તેવામાં ભુજમાં યુવાન કામધંધો ન હોવાથી આપઘાત કરી લીધો જ્યારે નખત્રાણાના ભડલી ગામે સંતાન ન થતું હોવાથી મહિલાએ વધુ ગોળીઓ ખાઇને જીવન ટુંકાવ્યુ હતું. ગાંધીધામમાં વીજ કરંટે યુવાનનો ભોગ લીધો અને ભચાઉમાં અજાણ્યા પ્રૌઢનો બીમારીથી મોત થયું.

ગાંધીધામમાં યુવાનને કરંટ લાગ્યા બાદ સારવારમાં મોત
ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે દાખલ થયેલી અકસ્માત મોત નોંધ અનુસાર મુળ અમદાવાદમાં રહેતા 35 વર્ષીય અબ્દુલ મલીક અંસારી ગત તા.14/06ના ગાંધીધામમાં રેલવે ક્રોસિંગ પાસે ટ્રાન્સ્ફૉર્મર પર ચડ્યા હતા. દરમ્યાન તેમને વીજશોક લાગતા તેવો શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા, જેથી તેમને પ્રથમ સારવાર માટે ગાંધીધામની રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ ભુજ લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં તા.28/06 ના બપોરના સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

ભુજમાં યુવાને આર્થિક ભીંસમાં ગળે ફાંસો ખાધો
ભુજના મટન માર્કેટ દેવરી ફળિયામાં રહેતા 20 વર્ષીય દિપક વાલજીભાઇ મહેશ્વરીએ મંગળવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ ડામોરની પ્રાથમિક તપાસમાં હતભાગી યુવાન માતા સાથે રહતો હોવાનું અને હાલ કોઇ કામકામ મળતું ન હોઇ આર્થિક સંકળામણને કારણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

ભડલીમાં પરિણીતાએ જીવનલીલા સંકેલી
નખત્રાણા તાલુકાના ભડલી ગામે રહેતા 21 મમતાબેન ભાવેશભાઇ મહેશ્વરીએ પોતાના બે વર્ષના લગ્ન ગાળા દરમિયાન સંતાન ન થતુ હોવાને કારણે ગત 26 જુનના પોતાના ઘરે વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી. સારવાર માટે ભુજ જી.કે.માં દાખલ થતાં જ્યાં સારવાર દરમિયાન સોમવારે રાત્રે આખરી દમ લીધો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

ભચાઉના કંથકોટમાં પરિણીતાએ ફાંસો ખાધો
ભચાઉ તાલુકામાં આવેલા કંથકોટ ગામમાં રહેતા 21 વર્ષીય સંગીતાબેન હિતેશભાઈ કોલીએ મંગળવારના સવારે 11 વાગ્યા પહેલા કોઇપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સામખિયાળી પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે લગ્નગાળો 4 વર્ષનો છે.

ભચાઉમાં મળેલા અજાણ્યા શખ્સનું હોસ્પિટલમાં મોત
ભચાઉમાં સીએચસી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા અજાણ્યા પુરુષને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાયા બાદ તેમનો મૃત્યું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...