તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:એપ્રિલમાં પ્રતિ 200 ટેસ્ટ પર 5 દર્દી જ્યારે મે માસમાં એટલા જ ટેસ્ટ પર 8 દર્દીઓ પોઝિટિવ આવ્યા !

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મે માસમાં કચ્છમાં તંત્રએ અધધ 1.04 લાખ કોરોના ટેસ્ટ કર્યા, સતત બીજા મહિને એક લાખથી વધારે ટેસ્ટ
  • કચ્છમાં અત્યાર સુધી 5.96 લાખ ટેસ્ટ કરાયા, જોકે, એપ્રિલ બાદ મે માસમાં 20 હજારથી વધુ ટેસ્ટનો થયો ઘટાડો
  • ગયા માસમાં 4132 પોઝિટિવ કેસ અને 81 મોત થયા જ્યારે સૌથી વધારે આ જ મહિને 3962 દર્દીઓ સાજા થયા

કચ્છમાં હાલ ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સંક્રમણનો દર મે માસમાં ઘટવાને બદલે વધી ગયો હતો જે ચિંતાજનક છે. એપ્રિલમાં કરાયેલા 1.25 લાખ ટેસ્ટમાં 3159 કેસ આવ્યા હતા. પરંતુ મે માસમાં કરાયેલા 1,04,486 ટેસ્ટમાં અધધ 4132 કેસ આવ્યા છે. આમ સંક્રમણનો દર વધીને 3.95 થયો છે. આમ કોરોનાના કેસ ભલે વધ્યા હોય પણ સંક્રમણ વધી રહ્યુ છે.આ અંગે મળતી વિગતો મુજબ દેશની સાથે કચ્છમાં પણ કોરોનાના દૈનિક કેસોમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. એક સમયે કચ્છમાં 200થી વધારે કેસો આવી રહ્યા હતા તેવામાં હવે માત્ર 30 કેસો આવી રહ્યાં છે.

એપ્રિલ કરતા પણ વધારે કેસો મે માસમાં નોંધાયા છે. મે માસમાં અધધ 4132 કેસો કચ્છમાં નોંધાયા હતા. જેની સામે અધધ 3962 દર્દીઓ સાજા પણ થયા હતા. તો અધધ 81 દર્દીઓના મોત પણ એક જ માસમાં થયા હતા. જોકે હવે સ્થિતિ સુધરી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે એપ્રિલ માસની સરખામણીએ મે માસમાં સંક્રમણના દરમાં વધારો થયો છે. રાજ્યના કોવિડ પોર્ટલ પ્રમાણે એપ્રિલમાં જ્યાં 100 ટેસ્ટ પર અંદાજે 2.52 પોઝિટિવ કેસ આવી રહ્યા હતા. જ્યાં મે માસમાં અધધ 3.95 કેસ પોઝિટિવ આવી રહા છે.

ટેસ્ટમાં કચ્છ સાતમાં સ્થાને : ગાંધીનગર, જામનગર અને જુનાગઢથી પણ આગળ
કચ્છમાં વહીવટી તંત્રએ ટેસ્ટીંગ વધારીને સંક્રમણને કાબુમાં લેવાની કોશિશ કરી હોય તેમ એપ્રિલ અને મે માસમાં એક લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કચ્છમાં તા.31 મે સુધીમાં અધધ 5,96,546 ટેસ્ટ કરાયા હતા. જે અમદાવાદ, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત અને રાજકોટ બાદ સૌથી વધારે છે. ચોંકાવનારી વાત એ છે કે મહાનગરપાલિકા ધરાવતા ગાંધીનગર અને જુનાગઢ જિલ્લા કરતા પણ વધારે ટેસ્ટ કચ્છમાં થયા હતા. જોકે એપ્રિલ બાદ મે માસમાં ટેસ્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...