સહાય:લૂંટારૂઓને પડકારનારા ક્ષત્રિય યુવાનના પરિવારને 5 લાખની સહાય

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ છરી વડે હુમલો કરતાં યુવાન મોતને ભેટ્યો હતો
  • યુવાનના પરિવારને સહાયરૂપ બનવા રાપરના ધારાસભ્યએ કરી હતી રજૂઆત

અંજાર તાલુકાના વરસામેડી રોડ પર મહિલાના પર્સની લૂંટ ચલાવનારા લૂંટારૂઅોને પડકારતી વખતે ક્ષત્રિય યુવાનનું મોત નિપજ્યું હતું, જેથી મુશ્કેલીમાં મુકાયેલા યુવાનના પરિવારને 5 લાખની સહાય અપાઇ હતી.વરસામેડી રોડ પર વેલસ્પન કંપનીની સોસાયટી પાસે એક મહિલા ઉભી હતી ત્યારે બે અજાણ્યા ઇસમોએ ટુ-વ્હીલર વાહન પર આવી મહિલાનું પાકિટ ઝુંટવી નાસ્યા હતા ત્યારે મૂળ લખ્તર, જિ.સુરેન્દ્રનગરના વતની અને હાલે અંજાર રહેતા પૃથ્વીરાજસિંહ ગિરવાનસિંહ રાણાઅે લૂંટારૂઅોનો પીછો કરી વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો

પરંતુ ટુ-વ્હીલરમાં પાછળ બેઠેલા શખ્સે પૃથ્વીરાજસિંહના વાહનને લાત મારતા તેઓ જમીન પર પડી ગયા હતા અને બંને લૂંટારૂઅો યુવાનના પેટ,ગળા તેમજ શરીરના અન્ય ભાગોમાં છરીના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા. કોવિડ-19ના કારણે પૃથ્વીરાજસિંહ ગિરવાનસિંહ રાણાનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠિયાઅે ક્ષત્રિય યુવાનના પરિવારને મદદરૂપ થવા રજૂઅાત કરતાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા પ્રવીણા ડી.કે.ના હસ્તે ક્ષત્રિય યુવાનના પત્નીને 5 લાખનો ચેક અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...