તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધતા જતા વિવાદો:શહેરમાં હુમલા, મારામારીના 4 બનાવોમાં દંપતિ સહિત 5 ઘાયલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છરી ધોકાથી ઇજા પહોંચાડાતાં હોસ્પિટલમાં ખસેડાયા

ઘુજમાં ઘર પાસે પસાર થવા ખાટલો ન રાખવા સહિતના મુદે હુમલા અને મારા મારીના ચાર બનાવોમાં દંપતિ સહિત પાંચ જણાઓને ઇજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર અરથે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના માલધારનગરમાં રહેતા જુસબ મામદ સુમરા અને તેમના પત્નિ સાઇબાબેન જુસબ સુમરાને તેમના ઘર પાસે બનતી નવી દીવાલ પાસે ખાટલો રાખવાની ના કહેતા ઉસેકરાયેલા અસરફ મજીદ, ઇસ્માઇલ મજીદ અને સુલેમાન મજીદ નામના ત્રણ શખ્સોએ દંપતિને લાકડાના ધોકાથી માર મારી ઇજા પહોંચાડી હતી.

ઘાયલ મા-બાપને પુત્ર રમજાન જુસબ સુમરાએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. તો, લોટસ કોલોની વાલ્મિકીનગરમાં રહેતા બુધરાજસીંગ પન્નાલાલ ચૌહાણ (ઉ.વ.23)ના ઘરે સવારે છકડો રિક્ષાથી શક્તિ શેખર રાજપુત, અજય ઉર્ફે જયેશ વીરૂ વાલ્મિકી તેમન અન્ય ત્રણ શખ્સ આવીને અમારા ઘર પાસેથી રાત્રે કેમ નીકળ્યો હતો. તેમ કહીને ધોકા અને પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હતી. ઘાયલ પુત્રત્રને તેની માતા છોટીદેવી પન્નાલાલ ચૌહાણે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.

જ્યારે સંજોગનગરમાં રહેતા લુકમાન જુમા ખત્રી (ઉ.વ.32)ને પપ્પુ રાજગોર નામના શખ્સે ધોકા પંચથી માર મારતાં છાતીના ભાગે ઇજા પહોંચી હતી. ધાયલ મિત્રને ફૈમ ઇબ્રાહિમ સાટીએ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. ભુજીયા રીંગ રોડ પર કેમ્પ એરિયમાં રહેતો અસ્પાક અયુબ ચૌહાણ કેબીન પર ગુટકા લેવા ગયો હતો. ત્યારે કેબીન પાસે બેઠેલા ઇમરાન સુમરા ઉર્ફે પપ્યુ નામના યુવકે પીઠના પાછળના ભાગે છરીનો ઘા કારતાં ઇજા ગ્રસ્ત મોટાભાઇને મોસીન ચૌહાણે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. પોલીસે બનાવોની જાણવા જોગ નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...