તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કચ્છમાં મારામારીની 5 ઘટનામાં 5 ઘાયલ: 14 સામે ગુનો

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ, ગાંધીધામ, રાપર, જાટાવાડા અને અબડાસામાં નજીવી બાબતે બનાવો બન્યા

રાપરમાં પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે આવતાં મહિલાને ધારિયું મરાયું
રાપર મામલતદાર કચેરી પાછળ ત્રિકમનગરમાં રહેતા 52 વર્ષીય રમીલાબેન ગેલાભાઇ ગોહિલ સાંજે પોતાના ઘર બહાર વાસણ ધોઇ રહ્યા હતા ત્યારે પડોશમાં રહેતા વિનોદભાઇ તેજાભાઇ વાયરિયા અને તેમના પત્ની કવિતાબેન વચ્ચે બોલાચાલી થતી હોઇ તેએએ બન્નેને ઝઘડો કરવાની ના પાડતાં વિનોદભાઇએ તેમને ગાળો આપી હતી. રમીલાબેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા વિનોદભાઇએ ઉંધું ધારીયું મારી હાથ અને કમરના ભાગે ઇજા પહોંચાડી હતી. વધુ માર ખાતાં તેમને કવિતાબેને બચાવ્યા હતા. રાપર પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં શાકભાજીના ધંધાર્થી બાઝ્યા, 1 ઘાયલ
ગાંધીધામના નવી સુંદરપુરી શાક માર્કેટમાં 40 વર્ષીય ભરતભાઇ અમરાભાઇ વડેચા અને તેનો પુત્ર રોહિત નિત્યક્રમ મુજબ રેંકડી પર શાકભાજીનો ધંધો કરી રહ્યા હતા ત્યારે બાજુની રેંકડીમાં શાકભાજી વેંચતા ગીરીશભાઇ કૈલાશભાઇ કોરીએ તેમની રેંકડી નીચે અટકાવેલો પથ્થર હટાવતાં તેમણે આ પથ્થર કેમ હટાવો છો કહેતાં બોલાચાલી કર્યા બાદ ગીરીશભાઇ કૈલાશભાઇ કોરી, જગદિશ કૈલાશભાઇ કોરી, હરેશ કૈલાશભાઇ કોરી અને ગીરીશના બનેવીએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ગીરીશના બનેવીએ લોખંડનો પાઇ પણ તેમના માથામાં ફટકારી ઇજા પહોંચાડી હતી. એ-ડિવિઝન પોલીસે તેની ફરિયાદના આધારે 4 વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખારોઇમાં ભેસના વાડા મુદે યુવાન પર છરીથી હુમલો
ખારોઇ ગામે કોલીવાસમાં રહેતા 28 વર્ષીય જુમા ઓસમાણ રાયમાને ઘરે મંગળવારે સવારે આરોપી આમદ સુમાર રાયમા, ઇસ્માઇલ સુમાર રાયમા, જુમા સુમાર રાયમા અને સલીમ આમદ રાયમા સહિત ચાર જણાઓએ આવી ભેસના વાડા મુદે બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી. જેમાં આરોપી આમદ સુમાર રાયમાએ ફરિયાદી યુવાનને કાનના ભાગે છરીનો ઘા મારી ઇજા પહોંચાડતાં ચારેય વિરૂધ ગુનો નોંધાયો છે.

ભુજમાં નાસ્તાની લારી રાખવા મુદ્દે યુવાને શખ્સે છરી ઘા મારતાં ઘાયલ
ભુજના જુના બસ સ્ટેશન પાસે બુધવારે સવારે પાણી પુરીની લારી રાખવા મુદ્દે બોલાચાલી કરીને શંભુ દિનદયાળ પ્રજાપતિને પૌવાની લારી વાળાએ છરીનો ઘા મારી ઇજા પહોંચાડતાં ઘાયલના ભાઇ મનિષ પ્રજાપતિએ જી.કે.માં એમએલસી નોંધાવી હતી.

જાટાવાડામાં તલાવડી મુદ્દે 4 જણાએ વૃધ્ધને માર માર્યો
રાપર તાલુકાના જાટાવાડા ખાતે રહેતા 65 વર્ષીય વરશંગભાઇ હરીભાઇ ચૌહાણ તા.7/6 ના સાંજે ખેતરમાં આંટો મારીને ભત્રીજા માનસંગ નારાણ સાથે પરત આવી રહ્યા હતા ત્યારે આણંદપર ત્રણ રસ્તા પર ગામના જ રામ વજાભાઇ પરમારે અચાનક ઝઘડો કરી લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ તેઓ સ્મશાન પાસે પહોંચ્યા ત્યારે રામ વજાભાઇ પરમાર, સામતાભાઇ ગોરાભાઇ પરમાર, દેવરાજ સામતાભાઇ પરમાર અને જેમલ ગોરાભાઇ પરમારે રોકી ધક બુશટનો માર મારી તું અમારા ખેતરની તલાવડી વિશે કેમ વાતો કરે છે, હવે કરીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. બાલાસર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...