ક્રાઇમ:ભુજમાં મારામારીના 4 બનાવોમાં 5 ઘાયલ : 10 જણા સામે નોંધાયા ગુના

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાલતી બાઇકે યુવક પર અને ચા પીવા બેઠેલા શખ્સ પર છરીથી હુમલા
  • ભુજમાં રૂપિયાની લેતીદેતીમાં યુવાને બે શખ્સે માર મારતા ઇજા પહોંચી

ભુજમાં માર મારવાના અલગ અલગ ચાર બનાવોમાં પાંચ જણાઓને ઇજા પહોંચી હતી જ્યારે દસ જણાઓ વિરૂધ ગુનો નોંધવામાં આવ્યો હતો.ભુજના  રઘુવંશીનગરમાં છેડતીના આરોપી સર મહિલા સહિત 13 જણાઓ વિરૂધ ગુનો નોંધાયાની ઘટનામાં રઘુવંશીનગરમાં રહેતા લક્ષ્મીબેન મધુસુધનભાઇ ગોસ્વામીએ પ્રતિ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો 10 વર્ષનો પૌત્ર ગૌરવ સોસાયટીમાં રમતો હતો ત્યારે નિતાબેન યાજ્ઞિકે મારી દિકરી સામે કેમ જુવે છે તેમ કહી ધકબુશટનો માર માર્યો હતો.

દરમિયાન ફરિયાદીની પૌત્રી અર્પીતા વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. આરોપી તરીકે નિતાબેન યાજ્ઞિક, અભિષાબેન યાજ્ઞિક, રવિ મહારાજ,યશ રવિ મહારાજ અને પારૂલબેન રવિ મહારાજ સામે ગુનો નોંધાવ્યો હતો. તો, ભુજના હિલગાર્ડન પાસેના રોડ પર મિત્ર સાથે બાઇક પર જતા માનકુવાના આશિફ ગનીભાઇ રાયમાને મોટર સાયકલ પર જતા કોઇ અજાણ્યા ત્રણ શખ્સો પૈકી એક જણે છરીથી છાતીમાં વાર કરતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. રેલવે સ્ટેશન પાસે હોટલ પર ચા પીવા માટે બેઠેલા અલ્તાફ આમદ સોરા (ઉ.વ.22)ને નખત્રાણા તાલુકાના નિરોણા ગામના સાલે સુમાર આણા, તેની પત્નિ બન્ને ભેગા મળીને માર માર્યો તથા હાથમાં છરીનો વાર કરતાં હોસ્પિટલાં ખસેડાયો હતો. મામલાતદાર કચેરી પાસે રૂપિયાની લેતી દેતી મુદે બોલાચાલી કરીને ઉદેયશીંગ ચલાવ અને રતન ભુલ નામના બે શખ્સોએ દિનેશ કાલેભાઇ વિક (ઉ.વ.34)ને ધકબુટ અને પથ્થરથી માર માર્યો હતો. 

દિનારામાં મોટા ભાઇએ ભાઇ-બહેનને માર્યો
ભુજ તાલુકાના મોટા દિનારા ગામે રહેતા જબાર આમર સમા સોમવારે રાત્રે લાઇટ ન હોવાથી પોતાનો મોબાઇલ ચાલુ કરીને બેઠો હતો ત્યારે તેમનો મોટો ભાઇ શકુર આમર સમા ગુસે થઇ ગયો હતો અને નાના ભાઇ જબારને માર મારવા લાગ્યો ત્યારે બહેન જુબેદાબેન સલીમ સમા વચ્ચે પડતાં બન્ને ભાઇ બહેનોને લાકડીથી માર માર્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...