તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કોરોનાના 5 કેસ, ભુજમાં 3- માંડવીમાં 2 9 સાજા થયા, સારવાર હેઠળ 55 દર્દી

ભુજ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પોઝિટિવ કેસમાં ઘટાડા સાથે ખાનગી કોવિડ હોસ્પિટલો પણ બંધ

કચ્છમાં શુક્રવારે કોરોનાના 5 પોઝિટિવ કેસનો ઉમેરો નોંધાયો છે, જેમાં ગાંધીધામ શહેરના 3 અને માંડવી શહેરનાં 2 પોઝિટિવ છે. પરંતુ, વધુ 9 દર્દી સાજા થઈ ગયા છે, જેથી સારવાર હેઠળ દર્દીઅો ઘટીને 55 થઈ ગયા છે. જેના પગલે ખાનગી કોવિડ હોસ્પિટલો પણ બંધ કરી દેવાઈ છે. કચ્છમાં અત્યાર સુધી કુલ 4459 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી હજુ સુધી 4292 દર્દી સાજા થઈ ગયા છે. 81 દર્દીઅોના સારવાર દરમિયાન મોત બતાવાયા છે. કચ્છમાં 4 ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલો બંધ કરવા અાદેશ કરાયો છે, જેમા મુન્દ્રાની અેલાયન્સ હોસ્પિટલ, માંડવી તાલુકાના મસ્કાની અેન્કરવાલા જનરલ હોસ્પિટલ, મુન્દ્રાની ઈન્સ્ટિટ્યૂટ અોફ મેડિકલ સાયન્સ અને ગાંધીધામની સેન્ટ જોસેફ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

અે ઉપરાંત્ નખત્રાણાના હરિહર સનાતન ટ્રસ્ટ કોવિડ કેર સેન્ટર અને અબડાસાના રાતાતળાવ કોવિડ કેર સેન્ટર પણ બંધ કરાયા છે. હવે જી. કે. જનરલમાં કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોની સારવાર ચાલુ રહેશે. જે સાથે ચારેય સરકારી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં ગાંધીધામ, અંજાર, માંડવી અને ભુજ તાલુકાના ગડા પાટિયામાં વાયબલ ગ્રૂપની હોસ્પિટલ પણ ચાલુ રહેશે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પથારીની ઊભી કરાયેલી વ્યવસ્થા પણ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો