તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજની તરસ હવે છિપાશે:આવતા ઉનાળા સુધી 495 લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા થઇ જશે : હિલગાર્ડન પાસે ટાંકાનું કામ ચાલુ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ 335 લાખ લિટરની સંગ્રહશક્તિ છે, હજુ 160 લાખ લિટરની વધશે
  • ભુજ નગરપાલિકાના પદાધિકારીઅો પાણી સમસ્યા ઉકેલવા સક્રીય : સુરલભીટ પાસે હજુ એક ટાંકો બનશે

ભુજ શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે હાલ 335 લાખ લિટરની સંગ્રહ શક્તિના 13 ટાંકા છે અને અાવતા ઉનાળા સુધી વધુ 160 લાખ લિટર સંગ્રહ શક્તિ વધારવા માટે નવા 4 ટાંકાનું નિર્માણકાર્ય ચાલુ છે. અામ, કુલ 17 ટાંકા દ્વારા 495 લાખ લિટરની સંગ્રહ ક્ષમતા થઈ જશે. અેવું કારોબારી ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું.

કારોબારી ચેરમેન જગત વ્યાસે વિસ્તૃત માહિતી અાપતા જણાવ્યું હતું કે, હાલ કુકમા સંપે 75 લાખ લિટરનો અેક, માધાપર પાસે 10 લાખ લિટરનો અેક, ભુજીયા પાસે 75 લાખ લિટરનો અેક, 30 લાખ લિટરનો અેક, 8 લાખ લિટરનો અેક મળીને કુલ ત્રણ ટાંકા છે, શિવકૃપાનગરમાં 10 લાખ લિટરનો અેક, હિલગાર્ડન પાસે 7 લાખ લિટરનો અેક, રાવલવાડી પાસે 10-10 લાખ લિટરના બે ટાંકા, પાટવાડી નાકે 10 લાખ લિટરનો અેક, અેરપોર્ટ રોડ પાસે 40 લાખ લિટરનો અેક, ભારાપર પાણી યોજના પાસે 25-25 લાખ લિટરના બે ટાંકા છે.

જે તમામ મળીને કુલ 335 લાખ લિટરની સંગ્રહ ક્ષમતા થાય છે. અે ઉપરાંત શિવકૃપા નગર પાસે 50 લાખ લિટરનો અને ભુજોડી રેલવે ક્રોસિંગ નજીક 20 લાખ લિટરનો ટાંકો તૈયાર છે. હિલગાર્ડન પાસે 50 લાખ લિટરનો ટાંકો બને છે. અે પછી સુરલભીટ પાસે 40 લાખ લિટરનો ટાંકો બનશે. અામ, શહેરને નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડવા કુલ 495 લાખ લિટરની સંગ્રહ ક્ષમતા થઈ જશે.

અેકાંતરે પાણી વિતરણના દિવસો નજીક
નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ શહેરના લોકોને અાવતા ઉનાળા સુધી નળ વાટે અેકાંતરે પીવાનું પાણી પૂરું પાડવાની ગણતરીથી તૈયારીઅો ચાલે છે, જેમાં અગાઉના નગરસેવકો, ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્ય અને હાલના નગરસેવકોની મહેનત રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...