તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:3.84 કરોડ જેટલું લેણુ ચડી જતાં ભુજ તાલુકાના 4821 વીજ જોડાણ કટ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કુકમામાં ટ્રાન્સફોર્મર ઉતારવાની થતી કામગીરી. - Divya Bhaskar
કુકમામાં ટ્રાન્સફોર્મર ઉતારવાની થતી કામગીરી.
 • ગ્રાહકોને બાકી રકમ ભરવા તાકીદ, અન્યથા કનેક્શન કપાશે

ભુજ પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા બાકી રહેલા વીજબિલની રકમની વસુલાત માટે 60 જેટલી ટીમ બનાવી ઝુંબેશ આદરવામાં આવી હતી. આ ટુકડી લેણદારોનાં રહેણાક, કોમર્શિયલ અને ખેતી માટેના વીજ જોડાણ કાપવા માટે વિવિધ વિસ્તારમાં ફરી વળી હતી. ઝુંબેશ દરમિયાન 4821 જોડાણ કાપવામા આવ્યા હતા.

અત્યાર સુધી 27632 વીજ જોડાણના અંદાજે 23 કરોડના બાકી રૂપિયા માટેના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા જેમાંથી 11900 જોડાણના 8ઇ39 કરોડ રૂપિયા લોકો દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા હતા જ્યારે નોટિસ આપવા છતાં નાણા ન ભરવા બદલ 4821 કનેક્શન કાપવામાં આવ્યા હતા. હજી પણ 10900 જેટલા કનેક્શનની લેણી રકમ આવવાની બાકી છે તેવું ભુજ વિભાગીય કચેરીના હિશાબનીસ એસ. એ. મેમણ દ્વારા જણાવાયું હતું. ભુજ વિભાગીય કચેરી તળે આવતી શહેર પેટા વિભાગ 1 અને 2, માધાપર, દેશલપર, કુકમા અને ખાવડા વિસ્તારમાં ડિસકનેક્શન ડ્રાઇવ હાથ ધરાઇ હતી તેમ જણાવતાં કાર્યપાલક ઇજનેર પી. ડી. પરમારે બાકીદારોને વીજ જોડાણ કપાતા બચાવવા વીજ બિલ મુજબના નાણા ભરી જવાની તાકીદ કરી હતી.

કુકમાના વાડી વિસ્તારમાંથી ટીસી ઉતારી લેવાયું
કુકમાના વાડી વિસ્તારમાં 1.75 લાખ જેટલું વીજ લેણું ચડી ગયા બાદ ગ્રાહકને રકમ ભરવા નોટિસ ફટકારાઇ હતી તેમ છતા નાણા ભરાયા ન હતા જેને લઇને વીજ કંપનીએ આકરા તેવર બતાવીને ગ્રાહકનું ટ્રાન્સફોર્મર ઉતારી લીધું હતું. આગામી સમયમાં ટીસી ઉતારવાની ઝુંબેશ પણ વેગવાન બનાવાશે તેમ કહેતાં કાર્યપાલક ઇજનેરે માર્ચના અંત પહેલાં એગ્રી કલ્ચર જોડાણ ધરાવતા ગ્રાહકોને બાકી લેણા ભરવા તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો