કચ્છની આંતરરાષ્ટ્રીય પાક સરહદે આજે 3.15 વાગ્યે 4.8ની તીવ્રતા ધરાવતો ભૂંકપનો આચકો અનુભવાયો હતો. આજે દિવાળીના દિવસે બપોરે 03:15 વાગ્યે પશ્ચિમ અક્ષાંશ: 24.35 ઉત્તર રેખાંશ: 68.54 પશ્ચિમ દિશાએ 10 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો 4.8ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ સંશોધન, ગાંધીનગરના અહેવાલ મુજબ ભૂકંપનો વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદી ક્ષેત્ર બતાવવામાં આવ્યું છે.
વાગડ વિસ્તારમાં આવેલી વાગડ ફોલ્ટ લાઈન પર સામાન્ય તીવ્રતા ધરાવતા અનેક આફ્ટરશોક સમયાંતરે આવતા રહે છે. તો ક્યારેક કચ્છના પશ્ચિમ વિસ્તારોમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાય છે, પરંતુ સરહદી લખપત તાલુકામાં તેની અસર ક્યારેક પડતી હોય છે. ત્યારે આજે આવેલા 4.8ની તીવ્રતાના ભૂકંપથી લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારો રીતસરના ધણધણી ઉઠ્યા હોવાનું જાણવા મળે છે.
લખપતના દયાપરથી ભરતભાઈ ત્રિપાઠીએ કહ્યું હતું કે, બપોરે આરામ કરી રહેલા લોકો ભૂંકપ આવતા ઘરની બહાર દોડી આવ્યા હતા. તો આજ તાલુકાના માતાના મઢ, ગુનેરી, ઘડુલી, દોલતપર સહિતના વગેરે ગામોમાં પણ આંચકની વ્યાપક અસર થઈ રહ્યાનું લોકો જણાવી રહ્યા છે. અમુક કાચા બાંધકામોમાં તિરાડો પણ જોવા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે, તો બીજી તરફ સરહદે આર્મી કેમ્પ ખાતે તહેનાત સીમા સુરક્ષા દળના જવાનોએ પણ ધરતીકંપનો અનુભવ ક્રયો હતો અને ટેન્ટ બહાર આવી એકમેકના ખબર પૂછ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.