નિર્ણય:ભુજમાં નવરાત્રિની ઉજવણી માટે 48 ગરબી મંડળોને મંજૂરી અપાઈ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારથી નવલા નોરતાનો આરંભ થશે
  • આજે પોલીસ ખરાઈ બાદ વધુ મંજૂરીઓ​​​​​​​ અપાશે

આવતીકાલથી પ્રથમ નોરતું શરૂ થઈ રહ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ હોટેલ, પાર્ટી પ્લોટ કે ખુલ્લી જગ્યામાં મોટે પાયે વ્યવસાયિક નવરાત્રી મહોત્સવની મંજુરી નથી અપાઈ. શેરી ગરબા માટે પણ ચારસોથી વધુ સંખ્યામાં લોકો ન હોય તેવી શરત મુકાઈ છે. તો લાઉડ સ્પીકર વગાડવા માટેની મંજૂરી મામલતદાર કચેરીએથી લેવાની રહે છે.

ભુજમાં કુલ 48 મંજૂરી મંગળવાર સાંજ સુધી અપાઈ હતી. તેમજ વધુ આજે સાંજ સુધી અપાશે. શેરી ગરબા યોજાવાના હોય તે ગ્રાઉન્ડની તપાસ પોલીસ વિભાગ દ્વારા કરાઈ અને તેના ના-વાંધાપત્ર બાદ જ મંજૂરી અપાશે. અત્યાર સુધી જે અડતાલીસ પરમિશન અપાઈ છે, તેમાં ભુજ ઉપરાંત મિરજાપર, માધાપર અને સુખપર સમાવિષ્ટ છે.

નવરાત્રી ઉત્સવ કે એક સમયે ફળિયા સંસ્કૃતિ, ગરબી તરીકે ઉજવાતી તેવો માહોલ આ વર્ષે જોવા મળશે. જો કે, હજી કોરોનાનો ભય લોકોમાં છે, જેને પરિણામે ગરબીઓ જોવા નીકળતો વર્ગ ખાસ નહિ હોય, પરંતુ માતાજીની સ્તુતિ સાથે દાંડિયા રાસ ગરબા યોજાવાના તે નક્કી.

નવરાત્રી માટે કલેકટરનું જાહેરનામું
નવરાત્રિ દરમિયાન રાત્રિના બાર વાગ્યા સુધી શેરી, સોસાયટી, ફલેટમાં ચારસો વ્યકિતઓની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે. દૂર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા/ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યકિતઓએ કોરોના વેકસિનના બે ડોઝ લીધેલ હોવા જોઇશે.

આવા આયોજનમાં લાઉડ સ્પીકર/ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. પરંતુ જીલ્લામાં પાર્ટી પ્લોટ, કલબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઇપણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહી.

અન્ય સમાચારો પણ છે...