તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓ શરૂ:કચ્છમાં ધોરણ 6થી 8ના 47365 છાત્રો ઉત્સાહભેર આવ્યા

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
શાળાના દરવાજાને ફૂગ્ગાઓ અને માર્ગને ફૂલોથી સજાવાયા હતા, જેથી દરવાજો ખોલીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઉત્સાહભેર દોડતા શાળાની અંદર પ્રવેશ્યા હતા. - Divya Bhaskar
શાળાના દરવાજાને ફૂગ્ગાઓ અને માર્ગને ફૂલોથી સજાવાયા હતા, જેથી દરવાજો ખોલીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઉત્સાહભેર દોડતા શાળાની અંદર પ્રવેશ્યા હતા.
 • 11 માસ બાદ પ્રા.શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા 35 ટકાએ સંમતિ આપી, 40 ટકા હાજર રહ્યા
 • કાળા તળાવ પ્રા. શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા શિક્ષકોને સલામ

કોરોનાને લઇને લોક ડાઉન અને ત્યાર બાદ અનલોક જાહેર કરાયું હતું. સ્થિતિ થાળે જણાતાં રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધી હતો જેને પગલે સમગ્ર રાજ્યની સાથે કચ્છ માં પણ પ્રાથમિક શાળાઅોમાં ગુરુવારથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવાયું છે, જેમાં ધોરણ 6થી 8ના નોંધાયેલા 117259 વિદ્યાર્થીઅોમાંથી 47365 છાત્રોઅે હાજરી અાપી હતી. અેમાંય નોંધનીય વાત અે બની હતી કે, બુધવાર સુધી 35 ટકા વિદ્યાર્થીઅોના વાલીઅોઅે સંમતિપત્ર મોકલ્યા હતા અને ગુરુવારે પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા 40.40 ટકા વિદ્યાર્થીઅો અાવ્યા હતા.

પ્રા. શિક્ષણાધિકારી પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, કોવિડ-19ના સંક્રમણથી બચવા શાળાઅોમાં પ્રત્યક્ષ શિક્ષણ અપાતું ન હતું. પરંતુ, 11 માસ બાદ શાળાઅો ખુલતા જ શિક્ષકો અને વિદ્યાર્થીઅોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સરકારી શાળાના 77970માંથી 27592, અનુદાનિતના 3459માંથી 1111 અને ખાનગીના 35830માંથી 18662 છાત્રોઅે પ્રથમ દિવસે હાજરી અાપી હતી.

ગામડા ગામમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ
અબડાસા તાલુકાની કાળા તળાવ પ્રાથમિક શાળામાં અાચાર્ય હર્ષદ તુરીઅે જણાવ્યું હતું કે, મૂળ અમરેલીના મદદનીશ શિક્ષક મયુર મોહરી સહિતના શિક્ષકોઅે વિદ્યાર્થીઅોને અાવકારવા અને પ્રોત્સાહિત કરવા સુંદર વ્યવસ્થા કરી હતી, જેમાં શાળાના દરવાજાને ફૂગ્ગાઓ અને માર્ગને ફૂલોથી સજાવાયા હતા. દરવાજો ખોલીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઅો ઉત્સાહભેર દોડતા શાળાની અંદર પ્રવેશ્યા હતા. ખરેખર, અાવા નિષ્ઠાવાન શિક્ષકો હોય તો ચાણક્યનું વાક્ય બોલવાનું મન થઈ જ અાવે કે, ‘શિક્ષક કભી સાધારણ નહી હોતા.’ અાવા શિક્ષકો જ ભારતના ભવિષ્યના ઘડવૈયા છે. શાળા અને શિક્ષકોને સલામ.

તાલુકા મુજબ શાળા

તાલુકાસરકારીઅનુદાનિતખાનગી
અબડાસા172011
અંજાર107059
ભચાઉ172128
ભુજ3421109
ગાંધીધામ558119
લખપત10708
માંડવી168730
મુન્દ્રા105131
નખત્રાણા171016
રાપર299012

​​​​​​​

હાજર વિદ્યાર્થીઓની સંખ્યા

તાલુકોસરકારીઅનુદાનિતખાનગી
અબડાસા24510327
અંજાર221201943
ભચાઉ338964941
ભુજ50172274681
ગાંધીધામ12453084619
લખપત11050658
માંડવી32403811991
મુન્દ્રા22371311931
નખત્રાણા329301425
રાપર34030146
કુલ27592111118662

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો